________________
ઉત્તર–તે સ્થળે તેવા સાધુ કુતરા વગેરેને જે ભગાડવા માટે અને તેને મારવા માટે પોતાના હાથમાં પોતાના શરીરપ્રમાણે લાકડી અને પોતાના શરીરથી ચાર આંગળ મોટો એ દંડ રાખે છે અને વિહાર કરે છે.
શંકા–ભગવાને પણ એ દેશમાં વિહાર કરતાં પિતાના હાથમાં દંડ-લાકડી વગેરે કેમ ન રાખ્યાં?
ઉત્તર–વૃદ્ધ અવસ્થા સિવાય દંડ ધારણ કરવાની આજ્ઞા ભગવાનના શાસનમાં રહેવાવાળા સાધુઓના સિદ્ધાંતમાં નથી, માટે ભગવાને પણ તે સમય તે સ્થળે દંડ વગેરે પાસે રાખેલ ન હતાં. વ્યવહાર સૂત્રમાં પણ એ જ કહેલ છે– “ઘેરા શેરમૂવિત્તા પર રં વાવે? ઈત્યાદિ.
એ સૂત્રમાં “શેરા” આ પદ રેગી ગ્લાન અવસ્થાનું ઉપલક્ષક છે, માટે સ્થવિર આદિ અવસ્થા સિવાય અન્ય અવસ્થાઓમાં દંડને ધારણ કરવા એ યુક્ત માનેલ નથી, કેમકે એક તે દંડને ધારણ કરે તે બીજા જીને ભયજનક તથા હિંસાને પ્રોત્સાહન આપનાર છે. બીજું શાસ્ત્રમાં દંડ ધારણ કરવાનું કહીં પણ વિધાન નથી. “નિ સૂવું પ”િ આ સૂત્રાશથી આગળ ચાલી ભગવાને એ સ્પષ્ટ કરેલ છે. માટે એ અવસ્થામાં દંડ ધારણ કરે એ અગ્ય સમજી વીર પ્રભુએ દંડ ધારણ કરેલ ન હતું. જ્યારે બીજા મુનિને માટે પણ પૂર્વોક્ત અવસ્થાઓના અતિરિક્ત દંડ ધારણ કરવાની વીર પ્રભુની આજ્ઞા નથી ત્યારે વિચારવાની એ વાત છે કે જ્યાં બીજાને માટે દંડ ગ્રહણ કરવાની આજ્ઞા નથી ત્યાં પ્રભુ પોતે દંડ શી રીતે ધારણ કરી શકે? જે લોકો દંડ રાખે છે તે એવું સમજે છે કે દંડ રાખવે તે મુનિઓને કહ્યું છે તેથી સદા દંડ ધારણ કરે છે. એમની એ માન્યતા શાસ્ત્રીય માર્ગથી તદ્દન વિરૂદ્ધની છે તે પણ દંડરાખે છે, આનું કારણ કેવળ પ્રબળ મેહનો વિલાસજ સમજવું જોઈએ. (૫)
છઠી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી—“”િ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧ ૯