________________
કરી ગયા છે માટે અમે એ પણ માનતા નથી કે કેાઈએ તમને સમજાવી મુજાવીને અમારી પાસે માકલેલ છે, માટે તમે સહૃદય તેમજ ઉમરલાયક વ્યક્તિ છે તેા પણ તમે મુનિના આચાર વિચારથી અપરિચિત છે માટે અમે તમોને સમજાવીએ છીએ કે આપે જે કાંઇ આહારાદિ સામગ્રી લેવાના વિષયમાં કહ્યું છે. હું તે વચનાને સાંભળવા ઇચ્છતા નથી, આદરની દૃષ્ટિથી દેખતા નથી અને આસેવનપરિજ્ઞાથી તેની અનુમોદના પણ કરતા નથી. તમે જે કહી રહ્યા છે કે મે' અશનાદિક ચારે પ્રકારના આહાર તથા વસ્ત્રાદિક ષડ્યુંનિકાયનું ઉપમન કરીને સંપાદિત કરેલ છે, તથા મારી ઈચ્છાથી ખરીદેલ છે. આ સમસ્ત ચીજો તમેા ઉછીની લઇને મને આપવા માટે રાખી મુકેલ છે. ખળાત્કારથી નિબળો પાસેથી આને આંચકી લઈ સંગ્રહ કરેલ છે. ઘરમાં આ સામગ્રીના અનેક માલીક હતા એમાંથી કાઈ ને ન પૂછતાં કેવળ એક જ માણસની આજ્ઞા લઈને તમે તમારી ઈચ્છાથી મને આપવા માટે લાવેલ છે તેમજ એક નવું મકાન પણ મારા માટે કરાવી આપવાનું કહી રહ્યા છે. આ સઘળી તમારી વાર્તા મુનિને ચેાગ્ય નથી જેથી તેને હું ગ્રહણ કરી શકતા નથી તેમ એની સ્વીકૃતિ પણ ઢઈ શકતા નથી. કારણ કે આ પ્રકારની અકલ્પનીય સામગ્રીના ગ્રહણથી હું સર્વથા વિરકત છું. તીર્થંકર પ્રભુની એવી આજ્ઞા છે કે મુનિજન આવા પ્રકારની અકલ્પનીય અશનાદિ સામગ્રી ગ્રહણ ન કરે. માટે મારા નિમિત્ત રાખેલી પૂર્વોક્ત સમસ્ત અશનવસનાદિપ સામગ્રી તીર્થંકર ભગવાનની આજ્ઞાથી મહિભૂત હોવાને કારણે મારે ચેગ્ય નથી. આ માટે હુ તેને ગ્રહણ કરી શકતા નથી. આ ખાખત તમે તમારા મનમાં ખેદ કરશો નહીં, આ પ્રકારે સાન્ડ્સના પરિપૂર્ણ વર્ચનાથી તે મુનિ એ પ્રકૃતિભદ્ર ગ્રહસ્થને સમજાવે ! સૂ૦ ૧૫
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા ।
સાધુના નિમિત્તે તૈયાર કરાએલી આહારાદિક સામથી જાણ્યા પછી સાધુ માટે અકલ્પનીય છે. સાધુજન તેને સ્વીકાર કરતા નથી. જેણે સાધુના આચાર જાણ્યા છે એવા ગૃહસ્થદ્વારા સાધુના ઉદ્દેશ વિના પણ તૈયાર કરાયેલી ભેાજનાકિ સામગ્રી નિમ ંત્રિત કરવામાં આવેલ સાધુ લઈ શકતા નથી, તેને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે—“ સેમિફ્લૂ ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૩૬