________________
પાંચ મહાવ્રતોના ધારક, પરિશ્નારૂપી પર્વતના શિખર પર સમારૂઢ અને સમસ્ત સમારંભમાંથી નિવૃત્ત ભિક્ષુ-શરીર યાત્રાના નિર્વાહ માટે જ અશન, વસન આદિની યાચના કરવાવાળા મુનિ-ધ્યાન આદિ કરવા નિમિત્ત, અગર આગ મની વાચના, પૃચ્છના અને પરિવર્તના આદિ કરવા નિમિત્ત, અથવા પોતે ધારણ કરેલ તપ અને સંયમની વિશેષ આરાધનાના નિમિત્ત કયારેક ફમશાનમાં જાય છે, ક્યારેક ઉજજડ મકાનમાં રહે છે, ક્યારેક પર્વતની ગુફામાં વસે છે અને ક્યારેક કોઈ વૃક્ષની નીચે અને કુંભારની શાળામાં અથવા બીજા કોઈ સ્થાનમાં તથા માર્ગની થાકને દૂર કરવા માટે વિશ્રામનિમિત્તે પણ એજ સ્થાનેમાંથી કંઈપણ રહી જાય છે. આ પરિસ્થિતિથી સંપન્ન વિહાર કરવાવાળા મુનિની પાસે પ્રકૃતિથી ભદ્ર સમ્યગ્દષ્ટિ કોઈ ગૃહસ્થ જે મુનિના આચારથી અજાણ છે તે આવીને આવા ખ્યાલથી કે “આ સાધુ સાનુકોશ લાભ અને અલાભમાં સંતોષી, શિક્ષોપજીવી, તથા પરોપકારમાં નિરત છે આ કારણે આને હું અન્ન વસ્ત્ર આપું” આ આવી ભાવનાથી પ્રેરિત બની સાધુ સમક્ષ આવી વંદના કરી કહે છે–હે આયુશ્મન મુને ! હું સંસારરૂપી સમુદ્રથી પાર થવાને અભિલાષી છું આપના માટે અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, આ ચાર પ્રકારના આહાર તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ દેવા ચાહું છું. આ બધી વસ્તુઓ મેં આપના ઉદ્દેશથી જ રાખી છે. આની તૈયારી કરી વામાં અથવા સંગ્રહ કરવામાં અનેક પ્રાણીઓ, ભૂતે, જીવે અને સોની વિરાધના થઈ છે, કેમ કે ષકાયના જીની વિરાધના થયા વિના એની ઉત્પત્તિ થઈ પણ કેમ શકે ?, આપને આપવા માટે જ મેં આ વસ્તુઓ મૂલ્ય દઈ ખરીદી છે, આ બધી વસ્તુઓ ઉછીતી લઈને રાખેલ છે, બળાત્કારથી દુર્બળોથી છીનવી એને સંગ્રહ કરેલ છે. મારા ઘરમાં આ વસ્તુઓના અનેક માલિક છે પરંતુ આપને દેવા નિમિત્ત મેં કોઈને પૂછ્યું નથી, કારણ કે કદાચ એમની ઈચ્છા દેવાની ન થાય-ફકત એકજ જણને પૂછી દેવા માટે આપની સમક્ષ લઈ આવેલ છું. આહારાદિક વસ્તુઓ આપને લેવા ગ્ય છે; આપ એને સ્વીકાર કરે, હું આવું છું. આ રીતે આપને રહેવા માટે એક નવું મકાન બનાવી આપું છું અથવા જુનાને ઠીક કરાવી આપું છું તે આપ મેં કહ્યું તેમ અનાદિકને ગ્રહણ કરે અને મારા બનાવેલા મકાનમાં રહે. આ પ્રકારે કહેવાવાળા ગૃહસ્થને મુનિ આ પ્રકારે નિષેધ કરે—
હે આયુષ્માન ગૃહસ્થ ! આપે જે કહ્યું તે ભક્તિથી ભરપૂર અંતઃકરણથી કહ્યું છે, તેમાં ઉપરના દેખાવની ઝલક નથી, તથા તમે બાલ્ય અવસ્થાને ઉલંઘન
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૩પ