________________
અષ્ટમ અધ્યયનમેં પ્રતિપાદિત વિષયોંકા ઉદેશકમસે સંક્ષેપતઃ કથના
Aણ તે
૨ બીજા ઉદ્દેશમાં–મુનિકલ્પના વિરૂદ્ધ અકલ્પનીય આહારાદિક પ્રદાન કરવાવાળા ગૃહસ્થ, “આ આહાર મુનિજનને માટે અયોગ્ય છે–અક૯ય છે” આ પ્રકારે મુનિજન દ્વારા નિષેધ કરવાથી જે રીસાય તે, મુનિનું કર્તવ્ય છે કે તે તેવા આહારને ગ્રહણ કરવામાં શાસ્ત્રોકત દેનું પ્રતિપાદન કરે અને એ આહારને પરિત્યાગ કરે. એ પ્રગટ કરવામાં આવેલ છે.
૩ ત્રીજા ઉદ્દેશમાં–ઠડી આદિથી ધ્રૂજતા મુનિને જોઈ ગૃહસ્થ કદાચ એવી શંકા કરે કે “આ મુનિને કામવિકાર થયેલ છે એથી એ કંપી રહેલ છે” તે સુનિજનને એ ધર્મ છે કે તે ગૃહસ્થની એવી શંકાનું નિવારણ કરે અને કહે કે મારું શરીર ઠંડી આદિથી કંપી રહેલ છે, કામવિકારથી નહિ. આવું પ્રતિપાદિત કરવામાં આવેલ છે.
૪ થા ઉદેશમાં–સ્ત્રી વગેરે દ્વારા કરાયેલા ઉપસર્ગ અનિવાર્ય હોય તે સાધુનું કર્તવ્ય છે કે તે પોતાના સંયમની રક્ષા માટે વૈહાનસ અને ગાદ્ધપૃષ્ઠ નામના મરણથી પિતાના પ્રાણને છોડી દે. આ સ્પષ્ટ કરેલ છે.
૫ પાંચમા ઉદ્દેશમાં–જ્ઞાનાદિ અવસ્થામાં પૂર્વે લીધેલ પ્રતિજ્ઞાના પાલનમાં સાધુની અશક્તિ થવાથી એ મુનિને માટે ભકત પરિજ્ઞાથી મરણ પ્રાપ્ત કરવું શ્રેયસ્કર છે. આ વાત બતાવેલ છે.
૬ છઠ્ઠા ઉદ્દેશમાં–એકત્વભાવનાથી યુકત બની મુનિનું ઈંગિત મરણ પ્રશસ્ત છે. આ પ્રગટ કરાયેલ છે. - ૭ સાતમા ઉદ્દેશમાં–એકમાસ – આદિ પ્રમાણુવાળી ભિક્ષુપ્રતિમા મુનિએ પાળવી જોઈએ. તથા જ્યારે શરીર, સંયમ પાળવાની શકિતથી રહિત અવસ્થામાં આવી જાય તો ધીરે ધીરે છઠ અને અઠમ આદિ તપથી આહારને બંધ કરી તેણે પાદપપગમન સંથારે ધારણ કરી લેવું જોઈએ, આ વર્ણન કરેલ છે.
૮ આઠમા ઉદ્દેશમાં–લાંબા કાળથી જેણે ચારિત્રની આરાધના કરી છે અને શાસ્ત્રોકતવિધિ અનુસાર જ જેણે વિહાર કરેલ છે એવા મુનિને સૂત્રઅર્થ અને સૂત્રાર્થ એ ત્રણેનું ગ્રહણ, દાન અને આસેવનના પછી બળની હાનિથી સંયમરૂપ ક્રિયાને પાળવામાં શિથિલતા આવી રહેલ હોય તે
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૧૭