________________
છે. “હું જ બહુકૃત છું ” આ પ્રકારથી તે દરેકની સામે પોતાની બડાઈ હાંક રાખે છે. આમાં તે કઈ વખતે એવું પણ કહે છે કે આચાર્ય જે જાણે છે આ તે હું પહેલેથી જ જાણું છું. વિ.
તથા જેની કષાય ઉપશાન્ત થઈ ચૂકી છે, આત્મહિતથી ભ્રષ્ટ બનેલા માણસોને જે આત્મહિતને ઉપદેશ આપવામાં પ્રવૃત્ત છે એવા અન્ય સાધુજનોને પણ તે તિરસકાર કરે છે. એના તરફ કઠોર વચનને પ્રયોગ કરે છે. આ વાતને સૂત્રકાર “ઉર્જિત પ્રથઈત્યાદિ સૂત્રાશથી પ્રગટ કરે છે. દીક્ષા લીધા પહેલાંના સમયના આચરણનું નામ પલિત છે, કદી કોઈ બકુશ નિર્મલ સંયમ માર્ગના આરાધક સાધુજનને એમ કહે કે હું તમને જાણું છું તમે તે એ છેને કે પહેલાં લાકડાના ભારા માથે ઉપાડતા હતા. જુઓ આ કારણે તમારા માથામાં એક પણ વાળ નજરે પડતું નથી, તમે તે એવા છે, ત્યારે આજે અમને ઉપદેશ આપવા આવ્યા છે. આ પ્રકારના કથનનું નામ પલિત છે. અથવા જે દેષ એનામાં ન હોય એવા પગ-માથા વિનાના દે લગાડી તિરસ્કૃત કરવા; જેમ કે તમે હિંસક છે, ખોટું બોલનારા છે, સ્વયં પતિત છે ફરી બીજાને ઉપદેશ આપે છે વગેરે. ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે“ મેળવી” ઈત્યાદિ ! આ માટે સાધુ–મર્યાદામાં વ્યવસ્થિત મેધાવી મુનિ શ્રુતચારિત્રરૂપ ધમની ભાવના ભાવતા રહે, એને સાંભળતા રહે. ધર્મથી કદિ પણ પાછા ન હઠે.
ભાવાર્થ-જે બકુશ ક્ષણિક આ જીવનને સુખી બનાવવાની ઈચ્છાથી ચારિત્રરૂપ ધર્મથી પાછા હઠે છે આવા સાધુની જગતમાં નાના મેટા એની નિંદા અને હાંસી કરે છે. ચારિત્રભ્રષ્ટ અને અનન્તાનંત કાળ સુધી એકેન્દ્રિયાદિક જેની પર્યાયમાં સમય વ્યતીત થાય છે. ચારિત્રભ્રષ્ટ બનીને પણ જે પિતાને સારા સમજે છે, પોતાની અંદર બહુશ્રુત હોવાનું અભિમાન કરે છે. બીજા નિર્મળ ચારિત્ર આરાધક સાધુ તરફ જે કઠોર શબ્દોને પ્રવેગ કરે છેતેને તિરસ્કાર કરે છે, પહેલાના તેના આચરણને દાખલે આપી તેને નીચા દેખાડવા પ્રયત્ન કરે છે. પગ-માથા વિનાના દોષોથી જે તેને દોષિત પ્રગટ કરે છે, એવા જીન સાધુ મર્યાદાથી બાહ્યા છે. તેમાં પહેલા નંબરની બાલતાની સાથે સાથે બીજા નંબરની બાલતા (અજ્ઞાનતા) રહી હોય છે. માટે મુમુક્ષુ સાધુનું કર્તવ્ય છે કે કઈ પણ વખતે બીજા સાધુ પ્રત્યે કઠણુ શબ્દનો પ્રયોગ ન કરે, તો જ તે ઋતચારિત્રરૂપ ધર્મનું સંરક્ષણ અને પાલન કરી શકે છે.(સૂ૦૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૯૮