________________
નવમ સૂત્રકા અવતરણ, નવમ સૂત્ર ઔર છાયા |
ચારિત્રથી ભ્રષ્ટ બનેલા બાલજીને આચાર્ય કયા પ્રકારે સંબધે ? આ વાતને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે. “અન્નટ્રીઈત્યાદિ.
આરમ્ભાર્થી સાધુ, હિંસાકે નિમિત્ત દૂસરોં કો પ્રેરિત કરતે હૈ, હિંસાકી અનુમોદના કરતે હૈ ! તીર્થકરોક્ત ધર્મ ઘોર અર્થાત્ - દુરનુચરણીય
હૈ –એસા માન કર તીર્થકરોક્ત ધર્મકી ઉપેક્ષા કરતે રહતે હૈં એસે મનુષ્યકો તીર્થકરોંને વિષણ અર્થાત્ કામભોગમૂછિત ઔર વિતર્ક ' અર્થાત્ ષજીવનિ કાયોકે ઉપમર્દનમેં તત્પર કહા હૈ ..
બાળશિષ્યને સંબોધન કરીને આચાર્ય કહે છે કે, હે શિષ્યો ! તમે વજી વનિકાયના ઉપમર્દનરૂપ આરંભમાં પ્રવૃત્ત છે, કેમ કે તમે–“પ્રાણીઓને મારો” આ પ્રકારે વારંવાર કહો છે અને બીજાઓથી તેને ઘાત કરી છે. તથા તેને મારવાવાળાઓની અનુમોદના કરે છે, આ માટે તમે બાળ છે–અજ્ઞ રૂપથી પ્રસિદ્ધ છે. આ પ્રકારની પ્રવૃત્તિથી એ સ્પષ્ટ માલૂમ થાય છે કે તમે અધર્મ–અભિલાષી બન્યા છે. તીર્થકરેએ સાધુઓનો આચાર ઘણો જ કઠિન બતાવ્યું છે, દરેક પ્રાણી તેને સહસા પાળી શકતો નથી, તે નિશ્ચય કરી તમે એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ન બને. જો તમે એવું વર્તન રાખતા હો તો એ નિશ્ચય છે કે તમે તેના ધર્મની અવલેહના કરે છે–ઉપેક્ષા કરે છે. તીર્થંકરેને એ આદેશ છે કે, જે તમારા જેવા મનુષ્ય કામગોમાં મૂચ્છિત બનેલા છે તેઓ ષડૂજીવનિકાયને ઉપમર્દન કરવામાં પરાયણ માનવામાં આવેલ છે. આ માટે હું કહું છું કે, તમે મેધાવી બની ધમને સમજે, અને બીજું પણ જે કહું છું તે સાંભળે. સાધુએ કરવું, કરાવવું અને અનુમોદન આપવું અને મન વચન અને કાયાથી હિંસાદિક પાપોને સદા ત્યાગ કર જોઈએ; એ તીર્થંકર પ્રભુને મુખ્ય આદેશ છે. કદાચ તમે પોતે હિંસા ન કરતા હે; પરંતુ બીજાએને તે તરફ લગાડે છે, અને તેવા કામ કરવાવાળાઓની અનુમોદના પણ કરે છે, માટે તમારી આ પ્રવૃત્તિથી એ નિશ્ચિત થાય છે કે તમે હજી સુધી સાધુમર્યાદાથી અનભિજ્ઞ છે. માટે આ અજ્ઞતાને ત્યાગ કરે. તમે સમજદાર છે, પ્રયત્ન કરે, જેથી મુનિધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકે. આરંભાથી બની અધર્માભિલાષી ન બને. (સૂ) ૯)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૯