________________
રહેવાથી જે જળ, સેવાળ, કમળપત્રોથી લપટાઈ રહે છે, ક્યારેય તે જળાશયથી બહાર નથી નીકળતું, પણ તેમાં જ મગ્ન રહે છે. એ જ રીતે જે અનાત્મપ્રજ્ઞ છે, તે સંસારરૂપી મહાહદમાં વિષયોમાં આસક્ત તથા કર્મથી ઘેરાયેલ હોવાને કારણે ડુબતે-અથડાતા રહે છે અને મુકિતના માર્ગથી સદા વંચિત બને છે.
અથવા–ઉન્માર્ગ શબ્દનો અર્થ વિવર (છિદ્ર) રૂપ ઉર્ધ્વમાર્ગ છે. મહાહદના કાચબાની માફક અનાત્મપ્રજ્ઞ જીવ એ માર્ગને મેળવી શકતા નથી. જેમ કોઈ એક મેટું જળાશય હતું. એમાં ઘણું જ સેવાળ-કીચડ જામેલ હતું. એમાં અનેક જળ-જંતુઓ રહેતાં હતાં. એના કિનારે એક જાંબુનું ઝાડ હતું જે પાકેલા ફળથી લચ્યું પચ્યું હતું. તેમાંથી એક જાંબુ જળાશયમાં સેવાળ ઉપર જઈ પડ્યું. એના પડવાથી જામેલા સેવાળમાં કાચબાની ડોક આવી શકે એવું છિદ્ર પડયું. આના થોડા સમય બાદ પિતાના સાથી સમુદાયથી છુટા પડેલ એક કાચ ત્યાં આવી પહોંચે. તેણે તે સેવાળના છિદ્રની અંદર પિતાની ડોક કાઢી ઉપર જોવા માંડ્યું. તે શું જુએ છે કે શરદઋતુનો ચંદ્રની સ્નાથી શુ અને અનેક તારાઓથી પ્રકાશિત આકાશ કે જેમાં પૂર્ણ ચંદ્રમંડળ ચમકી રહ્યું છે. તે જોઈ મનમાં અત્યંત ખુશી ઉપજી અને વિચારવા લાગ્યું કે અહા ! કેટલું સુરમ્ય દશ્ય છે. જે મારા સમસ્ત બંધુજન આ અદેટપૂર્વ સ્વર્ગ જેવા સુંદર પ્રદેશને જુએ તો ઘણું સારું થાય. એ નિશ્ચય કરી તે પિતાના સમુદાયની શોધમાં નીકળ્યો અને આડો અવળો ફરી એની તપાસ કરવા માંડ્યો.
જ્યારે બધા તેને મળી ગયા ત્યારે તે એ બધાને સાથમાં લઈ છિદ્રની તરફ ચાલ્ય; પરંતુ જળાશય ખૂબ મોટું હતું અને જળથી પૂરેપૂરું ભરેલ હતું આથી એને એ છિદ્ર ફરી મળી શક્યું નહીં. આ જ રીતે અનાત્મપ્રજ્ઞ જવરૂપી કાચ પણ સંસારરૂપી હદમાં પડેલ છે. અને કર્મરૂપી સેવાળના વિવરથી મનુષ્યપર્યાય, આર્યક્ષેત્ર, સુકુળમાં જન્મ અને સમ્યક્ત્વના લાભારૂપ વ્યોમતળ (આકાશ)ની પ્રાપ્તિ કરી મેહના વશ થઈ પિતાના સગા-સંબંધીઓની અને ભેગોની ચિંતામાં ફસાઈ એને પ્રાપ્ત થયેલા બધા સુઅવસરને વ્યર્થ ગુમાવી દે છે અને સંસારરૂપી મહાહદમાં જ પરિભ્રમણ કરતો રહે છે. એમાંથી એ પિતાના ઉદ્ધારના માર્ગની તરફ વધી શકતો નથી, મોક્ષના માર્ગને મેળવી શક્તિ નથી. માટે સૂત્રકાર શિક્ષા દે છે કે હે શિષ્યજન! સમ્યક્ત્વ કે જેની પ્રાપ્તિ હજારે ભવમાં પણ આ જીવને દુર્લભ છે અને જે કર્મના વિવરભૂત છે, એને પ્રાપ્ત કરી તેની રક્ષા કરવામાં પ્રમાદ કરે ઉચિત નથી. ( સૂ૦૩ ).
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬૦