________________
એમાં પ્રથમ “મા હિંચાત્ત ન મૂતારિ” આ વાકયથી હિંસા કરવાને નિષેધ કરવામાં આવેલ છે. ફરી બીજે સ્થળે “કનીકોમાં જશુમાર ” આ મંત્ર પદથી અગ્નીમ યજ્ઞ કરવા માટે પશુને મારવાનું વિધાન કરેલ છે. આ રીતે અનેક સ્થળમાં આ પ્રકારથી પરસ્પર વિરૂદ્ધ અર્થની પ્રતિપાદકતા એમાં ભરી પડી છે. જેમાં આ પ્રકારના પરસ્પરના વિરોધી કથન જેવામાં આવે છે અને યુક્તિથી પણ વિરોધી તત્ત્વનું પ્રરૂપણ કરાયેલ છે તે વેદ પ્રમાણુતાની કોટીમાં કઈ રીતે આવી શકે? એ જ રીતે વિશેષિક સિદ્ધાંતકાર આ જગતના કર્તા “એક ઈશ્વર છે” એમ માને છે. પરંતુ જ્યારે એમને આ પ્રશ્ન કરવામાં આવે કે એક માતાથી ઉત્પન્ન થએલ પુરૂષોમાં સુખ દુખ ઇત્યાદિની વિચિત્રતા કેમ દેખાય છે? પરમાત્માએ જ ઉત્પન્ન કરેલ આ જવામાં આવી વિષમતા કેમ? આનો સમાધાન કરતાં એ કહે છે કે આ વિષમતાનું કારણ એના ભાગ્યની વિષમતા છે. તેણે જે રીતનાં શુભ અને અશુભ કર્મો કર્યા છે એ અનુસાર તેને સુખ દુઃખ આદિ ભેગવવાં પડે છે. આમાં ઈશ્વરની શી અપેક્ષા છે, જ્યારે તે આ પ્રકારને ઉત્તર દે છે ત્યારે અમે તેને પૂછીએ છીએ કે જ્યારે તમે આ જગતનું નિમિત્ત કારણ ઈશ્વરને માને છે તો પછી સુખ દુઃખ ઈત્યાદિની વિચિત્રતાનું કારણ અદષ્ટની કલપના કેમ કરે છે? અદષ્ટને કેમ સુખ દુઃખનું કારણ માને છે? આ પ્રકારની માન્યતામાં ઈશ્વરમાં સર્વશક્તિમત્તાને અભાવ આવે છે; કેમકે ઈશ્વરની અપેક્ષા અધિક શક્તિવાળા પદાર્થ એક અદષ્ટ આપનો કથનાનુનુસાર સિદ્ધ હોય છે. આ માટે જ્યારે અદષ્ટ જ સહના ભાગ્ય વિધાતા છે તો પછી ઈશ્વરને વચમાં નાખીને એની ઈશ્વરતા ઉપર કલંક કેમ લગાડે છે. જેને અદષ્ટ માનવામાં આવેલ છે એને જ જૈન સિદ્ધાંતની પરિભાષામાં કમનું ફળ સુખ દુઃખ કહેવાયેલ છે, આ માટે એ દુરાગ્રહને છેડી વાસ્તવિક વસ્તુસ્થિતિના વિચારક બને. આ પૂર્વોક્ત કથનથી વશેષિક સિદ્ધાંતમાં પરસ્પર વિરૂદ્ધાર્થ–પ્રરૂપકતા પ્રકટ કરવામાં આવેલ છે.
સાંખ્ય સિદ્ધાંતની પણ આવી જ દશા છે, એમણે પ્રકૃતિ અને પુરૂષ આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪૧