________________
પ્રકારથી બે મૌલિક (મુખ્ય) તત્ત્વ માનેલ છે, એમનું કહેવું છે કે જે કાંઈ કરે છે તે પ્રકૃતિ જ કરે છે, પુરૂષ–આત્મા નહિ. એ તો અકર્તા છે, ભિન્નભિન્ન શરીરવર્તી છે, નિર્ગુણ, નિષ્ક્રિય અને નિસંગ છે. જેમ જળમાં રહેવા છતાં કમળપત્ર તદ્દન અલિપ્ત રહે છે. આ જ પ્રમાણે આત્મા પણ છે. પ્રકૃતિપ્રદત્ત સમસ્ત સુખ દુઃખાદિને ભેગા કરે એ જ એનું કામ છે, સ્વયં (પોતે) એ કોઈ પણ વાતને કર્તા નથી. અચેતન પ્રકૃતિ જે પણ કાંઈ કરે છે એ બધું આ આત્માના ઉપભોગ માટે જ કરે છે, પિતાને માટે નહિ. પ્રકૃતિ જડ અને પુરૂષ ચેતન છે. આ પ્રકારનું સાંખ્યનું કથન ઠીક નથી, કેમ કે લેકમાં એ કઈ પણ દષ્ટાંત નથી મળતું કે જેના બળ ઉપર અચેતનમાં પણ પ્રવર્તકતા માનવામાં આવે. પ્રકૃતિ જ્યાં પોતે જ અચેતન છે ત્યાં એ કાર્યો કરવાવાળી કયાંથી થઈ શકે? કોઈ પ્રેરણા મળ્યા વગર એ પુરૂષના ઉપભોગ માટે પ્રવૃત્તિ કઈ રીતે કરી શકે ? આ વિષયમાં કોઈ દૃષ્ટાંત હોત તો એના જોર ઉપર સાંખ્યનું એ કથન માન્ય પણ થઈ શકત. કદાચ અહિં એવી શંકા કરવામાં આવે કે જૈન સિંદ્ધાંતકાએ જેને કર્મ માનેલ છે એ પણ અચેતન જ છે, એ અચેતનમાં સુખ દુઃખાદિ ફળ તરફ પ્રવર્તકતા જોવામાં આવે છે, એ જ રીતે પ્રકૃતિમાં પણ માનવામાં કયું નુકશાન છે? આ રીતે દૃષ્ટાંતની અસંભવતા બતાવીને આ સ્થાનને અપ્રમાણિત કહેલ છે તે બરાબર નથી; આમ સાંખ્યાનું કહેવું જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધનું છે. જૈન સિદ્ધાંતકારોએ કામણવર્ગણારૂપ દ્રવ્યમાં જીવની રાગાદિક પરિણતિના નિમિત્તને લઈને કર્મરૂપથી પરિણમન માનેલ છે. કાશ્મણવગણએનું પરિણમન (કર્મરૂપ થવું) કોઈ નિમિત્ત સિવાય થતું નથી. આથી જ્યારે આમાં અશુદ્ધ જીવના વિભાવભાવને લઈ કર્મરૂપથી પરિણમન થાય છે ત્યારે એ સુખ દુઃખના ફળ તરફ પ્રવર્તક માનવામાં આવેલ છે. સાંખ્ય સિદ્ધાંતમાં પ્રકૃતિમાં આ પ્રકારથી પ્રવર્તકતા માનવામાં આવી નથી, કેમ કે આત્મા સ્વયં નિર્ગુણ અકર્તા માનવામાં આવેલ છે. પ્રકૃતિને આ રીતે વિભાવપરિણતિથી અધિષ્ઠિત થઈ કામ કરવાવાળી માનવામાં આવે તે પછી એને જે “સૂરજ#તિરવિત્તિઃ” કારણરૂપજ માનવામાં આવેલ છે આ માન્યતા બરાબર થઈ શકે નહિ. કારણ કે આ પ્રકારની માન્યતાથી એનામાં વિકૃતિ આવવાથી કોઈ અપેક્ષાથી એને પણ કાર્યરૂપ માનવામાં આવશે. વધુ જીજ્ઞાસા ધરાવનારે આ વિષય ન્યાયગ્રન્થોમાં જોઈ લેવો જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪ ૨