________________
બીજા ધર્મવાળાના ઉપદેશમાં લાગતું નથી એવા વીતરાગને અનુગામી અને એકાન્તવાદીઓના સિદ્ધાન્તની તરફ નહિ ઝુકવાવાળા મનુષ્ય પૂર્વ–આચાર્ય પરંપરાથી આવેલ ઉપદેશદ્વારા વિતરાગના વચનમાં, સંશય-વિપર્યય આદિ ષોથી રહિત વિચાર કરવાળા થઈ શકે છે.
ભાવાર્થ—એવે કે મનુષ્ય હોઈ શકે છે? આ પ્રશ્નનું સમાધાન અહિં સૂત્રકારે કરેલ છે. એ કહે છે કે એવો એ જ મનુષ્ય હોઈ શકે છે કે જેણે સમ્યગ્દર્શનાદિકની આરાધનાથી પિતાના જીવનને કર્મના ભારથી લઘુ બનાવી દીધેલ છે. અર્થાત્ જે આસન્નસંસારીહલુકમી છે, તથા જેના ચિત્તમાં વીતરાગ ધર્મ સિવાય અન્ય ધર્મ તરફ ધાર્મિક ભાવનાથી થોડી માત્ર પણ શ્રદ્ધા નથી. કેમ કે વીતરાગ ધર્મને જ એ પોતાનું સર્વસ્વ સમજે છે તથા પૂર્વ–આચાર્ય-પરંપરા અનુસાર પ્રવાહરૂપથી ચાલ્યા આવતા ઉપદેશથી જે વીતરાગના વચનેને શ્રદ્ધાળુ બનેલ છે, અને એ સારી રીતે સમજી ચૂકેલ છે કે વીતરાગ વચન સંશય વિપર્યય અને અનધ્યવસાય આદિ દોષોથી રહિત છે. એ જ ઉત્કૃષ્ટ સંયમી છે.
અથવા–“સહિર્મનાઃ ” આ પદને અર્થ આ પ્રકારથી પણ થાય છે કે પૂર્વોક્ત તે જીવ અન્ય મતમાં અનેક પ્રકારની સિદ્ધિઓને દેખે છે તે પણ તેનું ચિત્ત તે તરફ લાગતું નથી. કારણ કે તે સમજે છે કે અનેક પ્રકારની તેવી તેવી સિદ્ધિઓથી યુક્ત તે સિદ્ધ ઈન્દ્રજાળિક માફક છે આ પ્રકારને વિચાર કરી એ વીતરાગ પ્રભુના વચનના આધારથી ૩૬૩ પાખંડીઓના મતને સેવન કરવાને અગ્ય માને છે. આ બધું મિથ્યાત્વને જ વિલાસ છે. એનાથી આત્મિક શાન્તિને લાભ મળી શકતું નથી, એવું જાણી અને એને પોતાની બુદ્ધિરૂપી તકની કટી પર કસીને ગ્રહણ કરવા લાયક માનતું નથી. એનાથી બીજા ભોળાભાળા માણસોનું અહિત ભવિષ્યમાં ન બને એ વિચારથી આવા માણસે સમક્ષ તેના વિચારોનું એ ખંડન કરતે રહે છે. એ જાણે છે કે આવા મતમાં પ્રતિપાદિત વિષય પરસ્પરમાં વિરૂદ્ધ અથની પ્રરૂપણ કરે છે. જે કોઈ વિષય એમાં લખેલ છે તે બરાબર નથી. કારણ કે જે વિષયને એક સ્થળે હેય બતાવેલ છે ત્યારે એ જ વિષયને બીજે સ્થળે ઉપાદેય બતાવેલ છે. વેદ જે સનાતન સિદ્ધાંતમાં એમની માન્યતા અનુસાર સહુથી પુરાતન અને પ્રમાણિત ગ્રંથ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪૦