________________
રૂપમાં એમની પ્રવૃત્તિ ખની રહે છે, નીલ અને ઘટ આ બન્નેમાં પરસ્પરમાં એકતા નથી, પરંતુ અભેદ સમંધ જ છે. એવું નથી કે નીલ સ્વરૂપ ઘટ અને ઘટ સ્વરૂપ નીલ છે, પરંતુ ઘટને છેાડીને નીલની અને નીલને છેાડીને ઘટની સ્વતંત્ર સત્તા નથી. જો આ બન્નેની એકતા માનવામાં આવે તે નીલના નાશથી ઘટના પણ નાશ થવા જોઈએ, પરંતુ એવુ બનતુ નથી.
શકા—નીલના નાશ થવાથી નીલાત્મના ઘટના પણ નાશ થઈ જાય છે. આ માટે દૃષ્ટાન્તની અસિદ્ધિ છે.
ઉપર
ભાવા—અહિં જે કહેવાયુ છે કે નીલ અને ઘટની એકતા માનવાથી નીલ સ્વરૂપના નાશ થવાથી ઘટના પણ નાશ થવા જોઈ એ. પરન્તુ એવું બનતું નથી માટે બન્નેમાં એકતા ન માનીને અભેદ જ માનવા જોઈ એ. આ પ્રતિવાદીના એ આક્ષેપ છે કે નીલના નાશ થવાથી નીલ સ્વરૂપથી ઘટના પણ નાશ થાય છે, આ કારણે આ દૃષ્ટાન્ત સિદ્ધ નથી; પરંતુ અસિદ્ધ જ છે. સિદ્ધ દૃષ્ટાતજ વાદી અને પ્રતિવાદી બન્નેને માન્ય હોય છે; માટે જ દૃષ્ટાંતના બળથી વાદી પેાતાના સાધ્યની સિદ્ધિ કરે છે. અસિદ્ધ દૃષ્ટાંતથી નહીં.
ઉત્તર——એવું ન કહેવું જોઈ એ; કેમ કે દૃષ્ટાંત સિદ્ધ જ છે અસિદ્ધ નથી. અમે અનેકાન્તવાદી જૈનો સ્યાદ્વાદ-સિદ્ધાંત અનુસાર પ્રત્યેક પદાર્થને અનન્ત ધર્માંત્મક માનીએ છીએ. આ કારણે કાઇ એક વિક્ષિત ધર્મના વિનાશ થવા છતાં પણ એનામાં અન્ય ધર્મના સદ્ભાવ હાવાથી વિવક્ષિત રૂપથી નષ્ટ થવા છતાં પણ એના સથા નાશ થઇ ગયા એ માન્યતા બરાબર નથી, આથી દૃષ્ટાંત સિદ્ધજ છે અસિદ્ધ નથી. આ રીતે દાન્તિક-આત્મા અને જ્ઞાન~માં પણ જ્ઞાન વિશેષ ઘટ આદિ જ્ઞાન—માં નાશ–પરિવર્તન થવા છતાં પણ આત્માના નાશ થતા નથી, કેમ કે આત્મામાં બીજા અમૂતત્વ, અસંખ્યાત પ્રદેશિત્વ અને અનુરૂલઘુત્વ આદિ અનેક ધર્માનું અસ્તિત્વ રહે છે. આથી વિવક્ષિત ધર્માંના અભાવથી આત્માના નાશ થઈ ગયા એ કહેવું સ’ભવિત નથી, એટલે આ કથનમાં કોઇ પણ વિરોધ નથી, વધુ શું કહ્યું જાય.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૩