________________
છે, જ્ઞાનાપયેાગમાં પદાના ભિન્ન ભિન્ન રૂપથી વિશેષ બેધ થાય છે. એવી કોઈ પણ ક્ષણ નથી હોતી કે આત્મા પોતાના આ સ્વભાવથી રહિત બને. આ સ્વભાવ આત્માને છેડી શકતા નથી, આત્માથી જ્ઞાનગુણ અને જ્ઞાનગુણથી આત્મા સ્વતંત્ર-જુદા નથી.
શંકા—જ્ઞાન અને આત્માના અભેદ માનવાથી અપસિદ્ધાંત નામક નિગ્રહસ્થાન આવે છે; કેમ કે આ માન્યતા જૈન સિદ્ધાંતની માન્યતાથી વિરૂદ્ધ બૌદ્ધ માન્યતાનું સમર્થાંન કરે છે. જ્ઞાન અને આત્માના અભેદવાદ બૌદ્ધોના છે, જૈનોના નથી.
ઉત્તર—જે પ્રકારે “ નીો ઘટઃ 'નીલેા ઘડા-આ વાકચમાં નીલ અને ઘટ આ બન્નેની એકત્ર સ્થિતિ હોવા છતાં પણ આ બન્નેમાં એકતા મનાતી નથી; પણુ અભેદ જ માનવામાં આવે છે. અન્યથા-બન્નેમાં એકતા માનવાથી નીલગુણુનો નાશ થવાથી ઘટના નાશના પણ પ્રસંગ બને. આ જ રીતે પ્રકૃતમાં જ્ઞાન અને આત્મામાં પણ એકતા નથી છતાં અભેદ છે, આ પ્રકારે પૂર્વોક્ત દ્વેષ આવતા નથી.
ભાવાથ—શકાકારે જે જ્ઞાન અને આત્માના અભેદમાં બૌદ્ધવાદનુ સમન પ્રગટ કરેલ છે તેના આ સ્થળે પ્રત્યુત્તર અપાયેલ છે. એકતામાં અને અભેદમાં અંતર છે. બૌદ્ધ સિદ્ધાંત જ્ઞાન અને આત્મામાં અભેદ નથી માનતા, પરંતુ તે બન્નેમાં એકતા માને છે. એનાથી જ્ઞાનની અને આત્માની સ્વતંત્ર સત્તા સિદ્ધ થતી નથી. પરંતુ અન્નેમાં એકતા જ સિદ્ધ થાય છે. આ એકતામાં ચા તા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે યા તે જ્ઞાનનુ. બન્નેનું નહિ. અભેદ પક્ષમાં એવું નથી, ત્યાં “ નીરો ઇટ: ”ની માફક અભેદ હોવા છતાં પણ અન્નેની સત્તાના વિલેાપ થતા નથી, ગુણુ અને ગુણીમાં એકતા માનવાથી ગુણ ગુણીનુ સ્વતંત્ર અસ્તિત્વ ખનતુ નથી. ગુણ ગુણીરૂપ અને ગુણી ગુણરૂપમાં પરિવર્તિત ખને છે, પરંતુ અભેદ પક્ષમાં આ વાત આવતો નથી, મન્નેની સ્વતંત્ર સ્વરૂપથી સત્તા રહે છે. આ પક્ષમાં એટલું હોય છે કે ગુણ ગુણીને છેડીને અને ગુણી ગુણુને છેડીને પરસ્પર નિરપેક્ષ રૂપમાં રહેતા નથી, પરંતુ પરસ્પર-સાપેક્ષ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૨