________________
જ્ઞાન અને આત્માને અભેદ કહી કરણભૂત જ્ઞાનની સાથે આત્માને અભેદ છે આ વાતને પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે કે “એન વિજ્ઞાનતિ સ ગામ” જે મતિ આદિ કરણભૂત અથવા ક્રિયારૂપ જ્ઞાનથી આત્મા પદાર્થોને સામાન્ય અને વિશેષ આદિ રૂપથી જાણે છે તે કરણરૂપ અથવા ક્રિયારૂપમાં તે આત્મા જ પરિણત થયેલ છે. કેમકે આત્માને સ્વભાવ પરિણમનશીલ છે, કૂટસ્થ નિત્ય નથી. માટે આત્મા એ જ કરણ જ્ઞાન અને જાણવારૂપ ક્રિયાથી પરિણત થયેલ છે. “ માત્માન ગામના નાનાતિ” આત્મા આત્માને આત્માથી જાણે છે, આ વાક્યપ્રયોગમાં એક આત્મા જ કહેલા ભેદદષ્ટિની અપેક્ષાથી કર્તા, કર્મ, કિયા અને કરણરૂપથી પરિણત બને છે. આત્મા કર્તા, વાલ્મીનિમ્ કર્મ, કામના કરણ અને જ્ઞાનાત્તિ આ ક્રિયા છે. અહિં આત્મા જ એક પદાર્થ કહેવાયેલા ભેદની અપેક્ષાથી નાના પ્રકારના રૂપમાં પરિણત થતે બતાવવામાં આવેલ છે. આવું હોવા છતાં પણ આત્મારૂપ પદાર્થમાં અનેકતા-પરસ્પરમાં કર્તા કર્મ આદિમાં ભિન્નતા-સિદ્ધ થતી નથી.
મુનિસ્તાના કર્મ પુનતિ ” આ વાકયમાં કર્તા, કર્મ, કરણ અને ક્રિયામાં પરસ્પર ભિન્નતા સાધારણમાં સાધારણ પ્રાણીને પણ પ્રતીત થાય છે. તે આ કર્તા કર્મ આદિમાં પરસ્પર અભિન્નતા કેમ કહે છે, તેમ કહેવું ન જોઈએ. કેમ કે અમારું તે ફકત એટલું જ કહેવું છે કે પરિણમી હોવાથી એકજ આત્મા પદાર્થ કર્તા, કર્મ, કરણ અને ક્રિયારૂપથી પરિણત થતે જોવામાં આવે છે. અમે તે એમ કહેતા નથી કે અભેદમાં જ કર્તા કરણદિરૂપની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ અભેદમાં પણ થાય છે અને ભેદમાં પણ થાય છે. આત્મા જ્ઞાનથી આત્માને જાણે છે” આ સ્થળે અભેદ છે, એમાં પણ કર્તા આદિ રૂપની પ્રતીતિ થાય છે. “ મુનિ તપથી કર્મને નષ્ટ કરે છે” અહિં ભેદમાં કર્તા કમ આદિની પ્રતીતિ થાય છે, અને કરણરૂપ જ્ઞાનથી આત્માને અભેદ સંબંધ છે એવું માનવું જોઈએ. કર્તા, કર્મ, કરણ અને ક્રિયાઓની પ્રતીતિ અભેદમાં પણ કોઈ રીતે ભેદ વિવક્ષાના વશથી બની રહે છે. આ વ્યવહારમાં કોઈ વિરોધ નથી, અને એથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૪