________________
નિશ્ચળતા ધારણ કરી રત્નત્રયની આરાધનાથી મોક્ષને પાત્ર બની જાય છે. જે સંયમાં ઉદ્યોગશાળી છે અને એ ઉદ્યોગમાં જે નિરંતર જાગૃતિસંપન્ન છે એવા મનુષ્યને મુક્તિને લાભ અથવા મોક્ષપ્રાપ્તિના કારણભૂત રત્નત્રયની આરાધનાની પ્રાપ્તિ થાય છે, પરંતુ જે એનાથી વિપરીતદશાસંપન્ન છે–સાવદ્ય વ્યાપારમાં ખુચેલ છે એવા દડિશાયાદિકોની આ લેકમાં નિંદા થાય છે અને પરલોકમાં તેને નરકનિદાદિકની ગતિ પ્રાપ્ત થાય છે. આ રીતે બનેની ગતિને વિચાર કરી હે શિષ્યો ! તમે સંયમ અને તપમાં સદા પ્રયત્નશીલ રહો. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે જે સંયમના પાલનમાં શિથિલતા બતાવે છે તેની અધમ ગતિ થાય છે. અને જે એના પાલનમાં ઉદ્યોગશીલ રહે છે તે ઉર્ધ્વ (ઉત્તમ) ગતિ પ્રાપ્ત કરે છે. આ માટે “સત્રાવિ નામ માત્માને નોપ ” આ સંયમના અનુદ્યોગરૂપ બાલભાવમાં કે જેમાં સંયમ અનાચરણુજન્ય નરકનિગોદાદિ ગતિઓના કડવા ફળનું ભાન હેતું નથી, કુમાર્ગ પ્રવૃત્ત લેકોથી સેવિત એવા આચરણમાં સર્વકલ્યાણના પાત્ર સ્વરૂપ પિતાના આત્માને ન જવા દે–એ આચારથી પિતાના આત્માનું પતન ન કરે. સારાંશ આને એ છે કે
જેમ કોઈ અન્ય મતિ “આકાશની માફક નિત્ય અને અમૂર્ત હોવાથી આત્મા (જીવ)ની ઘાત થતી નથી ” આ પ્રકારે માને છે, અને બાળભાવનું આચરણ કરે છે, આ રીતે મુનિએ કરવું જોઈએ નહિ સૂ૦ ૪ u
પ્રશ્ચમ સુત્રકા અવતરણ, પ્રશ્ચમ સુત્ર ઔર છાયા!
આત્મા હણાઈ શકતું નથી, એવું સમજીને જે પ્રાણીઓના હિંસાદિક કાર્યમાં પ્રવૃત્ત છે એવા પુરૂષોની એ કાર્યથી નિવૃત્તિ કરાવવા માટે “હન્યમાન અને હત્તામાં એકતા છે, આ વાત પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે–“તુમતિ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૭