________________
એકાન્તમત-પ્રતિપાદિત વસ્તુના અયથાર્થ સ્વરૂપને યથાર્થ –સમ્યફ અને યથાર્થ સ્વરૂપને અસમ્યક્ માની બેઠા છે. આ માટે યથાર્થ સ્વરૂપ જાણવાવાળાની દષ્ટિમાં આ તેની માન્યતા અયથાર્થ રૂપ જ છે. કેમ કે જેવી પ્રતીતિ થાય છે તેવું જ્ઞાન તેને થાય છે. અસમ્યક્ પ્રતીતિનું કારણ અસમ્યક્ પર્યાલોચના અને અપરિશુદ્ધ અધ્યવસાય છે. આનું પણ કારણ નિઃશંકરૂપથી ભાનને અભાવ છે. આ માટે જે રૂપથી તેને સંશયાદિક વિષય વસ્તુમાં ઉત્પન્ન થાય છે, એવા રૂપમાં તેનું ફળ મળે છે. (૬)
આ પ્રકારે વાસ્તવિક વસ્તુતત્વમાં યથાર્થ અયથાર્થનું કારણ સમજીને જે આ વિષયને વિચાર કરવામાં ચતુર છે તે બીજાને આ વિષયની દઢતા સંપાદન માટે સમજાવે છે કે હે ભવ્ય! “શ્વેક્ષમાળો”—ઈત્યાદિ.
આ પદાર્થની સારી રીતે પર્યાલચના કરેલ છે. જનશાસનમાં જે તત્વનું વર્ણન જેવા રૂપમાં આપેલ છે તે અસંદિગ્ધ છે, તેમાં સદેહ કરવાનું જરા પણ સ્થાન નથી. આટલું તત્વ હોય છે, આટલાં ઉપાદેય છે, આટલાં ય છે. વીતરાગ પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ જ યથાર્થ છે, બીજા છદ્મસ્થથી પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ યથાર્થ નથી. આ પ્રકારે જીનશાસમાં પરિકમિત બુદ્ધિ હોવાથી હેય અને ઉપાદેય પદાર્થોની અવગતિપૂર્વક તેમાં સમ્ય-અસભ્યપણાની સમાલોચના કરવાવાળા વિદ્વાન મુનિજન, લેકાનુગમનશીલ અને સમ્યક્ અસભ્યની આલેચનાથી રહિત એવા સંશય મતિવાળા માણસને સંબોધન કરી કહે છે કે હે ભવ્ય ! તું તારી આંખને બન્ધ કરીને પક્ષપાતરહિત થઈ મનમાં
ડે તે વિચાર કર કે જે પ્રકારે વસ્તસ્વરૂપનું પ્રતિપાદન જીન ભગવાને કરેલ છે તે ઠીક છે કે પરધર્મીઓએ જે વસ્તુતત્વનું પ્રતિપાદન કરેલ છે તે ઠીક છે?
અથવા–જે સંયમનું પરિપાલન કરવામાં પૂર્ણ ઉદ્યોગશીલ છે તેઓ આનાથી ઉત્સાહ વગરના બનેલા અથવા સંદેહ વૃત્તિવાળા બન્યા હોય એવા મનુષ્યને સમજાવે કે હે ભવ્ય ! તું આ સંયમને પાળવામાં પૂર્ણ પણે પ્રયત્નશીલ રહે, કેમ કે આ સંયમની આરાધનામાં જ જ્ઞાનાવરણીયાદિક દ્રવ્યભાવ કર્મોની પરંપરાને નાશ કરવાની શક્તિ છે. આવા પ્રયત્નશીલ વ્યક્તિના લાભને પ્રગટ કરતાં સૂત્રકાર “તોચિત તિ અનુકરકહે છે-આવા શ્રદ્ધા સંપન્ન અને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવામાં ઉદ્યમશીલ મનુષ્યને આ એક માટે લાભ થાય છે કે જ્યારે તે શંકારહિત બની આચાર્યની પાસે રહી અથવા એમની આજ્ઞામાં રહી સંયમની આરાધના કરવામાં તલ્લીન બને છે ત્યારે તેને સમ્યક્ત્વના પરિજ્ઞાનપૂર્વક રત્નત્રયની આરાધનાથી મુક્તિને લાભ થાય છે. આ પ્રકારે શિષ્યોને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે જુઓ શ્રદ્ધાસંપન્ન વ્યક્તિ સર્વજનની પ્રશંસાને પાત્ર બની જ્ઞાન અને દર્શનમાં દઢતાની પ્રાપ્તિથી ચારિત્રમાં
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧ ૨ ૬