________________
ગુણને પણ અમૂર્તિક હોવાથી કઈ રીતે થઈ શકે ? એ પ્રકારે અનુગ્રહ પણ જે શબ્દથી એને થાય છે એ પણ ન થઈ શકે. ભલા! અમૂતિક આકાશથી પણ કદી અનુગ્રહ અને ઉપઘાત થઈ શકે? અનુગ્રહ અને ઉપઘાતકારક હોવાથી શબ્દ મૂર્તિક જ છે, આ પ્રકારથી તે યુક્તિવાદના બળ ઉપર પિતાના પૂર્વબાધક તકને છોડી દે છે. આથી એનું એ જ્ઞાન સમ્યક્ બની જાય છે (૩)
જ્યનિતિ મન્ચમાનવ શ મવતિ” મિથ્યાત્વની વાસનાથી જેનું અન્તાકરણ વાસનાવાળું બને છે તથા જીતેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધાંતનું જેણે પરિશીલન પણ કર્યું નથી, એવા મનુષ્યના ચિત્તમાં
સ્યાદ્વાદ તત્વ બરોબર નથી ” આ પ્રકારને અસમ્યક ઉદ્દભૂત થાય છે, એ કારણથી એ સ્યાદ્વાદ સિદ્ધાન્ત પ્રતિપાદિત કથનને અસમ્યક્ માને છે. અને કહે છે કે જીન શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એક પુદ્ગલના પરમાણુ એક સમયમાં ૧૪ રાજૂપ્રમાણુ ગમન કરે છે. તેથી આ વાત સમજમાં બેસતી નથી. કારણ કે એક સમયમાં જ સપ્તમ નરકથી ઉઠી કઈ રીતે લેકના અન્ત સુધી એ પહોંચી શકે. આ પ્રકારની માન્યતાવાળા જ્ઞાન કુતર્કથી ભરેલા હોય છે, અને એ જ કુતર્કના બળ ઉપર તેઓ આ પૂર્વોક્ત માન્યતાને નિષેધ કરે છે. નિષેધમાં તે એવી કુયુકિત રજુ કરે છે કે એક જ સમયમાં જ્યારે પરમાણુ ૧૪ રાજુ ફરી શકે છે તો તેને લોકના આદિ અને અન્તના પ્રદેશની સાથે યુગપત સંબંધ હોવાથી પરમાણુમાં પણ ૧૪ રાજુ પ્રમાણતા આવી જાય. આ સિવાય યુગપત આદિ અન્તના પ્રદેશની સાથે એને સંબંધ હોઈ શકે નહીં. અને જે એને યુગપતુ સંબંધ માનવામાં આવે તે લેકના આદિ અંત પ્રદેશની પણ એક્તા આવવાની, આવું કહેવાવાળા અજ્ઞાની વીતરાગને ઉપદેશેલ આગમથી જાણકાર ન હોવાથી આ વાતને સમજી શકતા નથી કે સ્વાભાવિક પરિણામથી એક પરમાણુ ત્વરિત ગતિવાળા હોવાથી એક સમયમાં અસંખ્ય પ્રદેશનું ઉલંઘન કરી શકે છે.(૪)
“सम्यगिति मन्यमानस्य सम्यक् वा असम्यक् वा सम्यक् भवति उत्प्रेक्षया" ઉપાદેય વસ્તુને ઉપાદેય રૂપથી અને હેય વસ્તુને હેયપણાથી માનવાવાળા તથા જ્ઞાત વિષયને નિઃશંકરૂપથી માનવા અને જાણવાવાળા સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સમ્યક હોય છે. “સર્વજ્ઞ તરફથી કહેવામાં આવેલ વિષય સમ્યફ અને અસર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત વિષય અસમ્યક્ છે ” આ પ્રકારે આ બન્ને વાતને સમ્યકુનયની અપેક્ષાથી વિચાર કરવાવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્યનું જ્ઞાન સાચું જ માન્યું ગયેલ છે. (૫) “અનિતિ મન્યમની સભ્ય ના સભ્ય ૩ખ્ય મવત્તિ કરાયા સ્યાદ્વાદનયની અપેક્ષાથી જ જીવ અને અછવાદિ તત્વોનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. આ માટે એ સ્વરૂપવિશિષ્ટ તે જીવાદિક તત્વ સમ્યક્ જ છે. પરંતુ છઘસ્થોની દૃષ્ટિમાં આ તથ્ય વિચારણા ઠીક ઠીક સમજવામાં નહિ આવવાના કારણે તેનું જ્ઞાન અધૂરું રહે છે. એટલે તે વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ બની
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧ ૨૫