________________
તીર્થકરોને જો કુછ કહા હૈ વહ સભી સત્ય ઔર નિશંક હૈ ..
!
વીતરાગ પ્રભુએ ૧૨ પ્રકારની સભાઓમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યનું જે વર્ણન કરેલ છે. તે ભગવ-પ્રરૂપિતા દ્રવ્ય વાસ્તવિક સત્ય છે. સૂત્રમાં “વ” પદ અન્ય તીર્થિક પ્રરૂપિત તત્વ વાસ્તવિક નથી. આ વાતને બોધક છે. નિઃશંક શબ્દ એ પ્રગટ કરે છે કે ભગવાને જે સૂક્ષ્મ અન્તરિત તથા દૂર રહેલા પદાર્થોની પ્રરૂપણ કરી છે અને જે કેવળ શાથી જ જાણી શકાય છે એવા પરમાણુ આદિ પદાર્થોમાં “આ છે કે નથી” આ પ્રકારના સંદેહનું નામ શંકા છે. આવી શંકા જેનામાં નથી એ નિઃશંક છે.
ભાવાર્થ–સ્વ સમય અને પર સમયના જ્ઞાતા આચાર્યોની અપ્રાપ્તિથી દેશકાળ અને સ્વભાવ વિપ્રકૃષ્ટ એવા સૂક્ષ્મ, અતીન્દ્રિય પદાર્થોમાં એના સાધક હેત દૃષ્ટતેના અભાવથી અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સમ્યજ્ઞાન છદ્મસ્થ એને થતું નથી. તે પણ મુનિયેએ ઇન પ્રવચનમાં સંશય રહિત રહેવું જોઈએ. કદી એમના વિષયમાં સંશય ન કરો કારણ કે સત્ય અને વિદ્યમાન પ્રતિપાદક જ વીતરાગ પ્રભુનાં વચન બને છે. આ માટે એમાં શ્રદ્ધા જ રાખવી જોઈએ. કહ્યું પણ છે—
वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद् वचस्तेषां तथ्य भूतार्थदर्शकम् ॥ १ ॥
વીતરાગ જ સર્વજ્ઞ હોય છે, એ કઈ પણ સ્થળે કઈ પણ અવસ્થામાં મિથ્યા ભાષણ કરતા નથી, આથી તેમનું વચન જ સત્ય અને વિદ્યમાનપ્રતિપાદક બને છે.
શંકા–શંકા શું ગૃહસ્થને જ થાય છે કે સંયમી જનેને પણ થાય છે?
ઉત્તર–શંકા બન્નેને થાય છે. શંકાનું કારણ મોહનીય કર્મના ઉદયની પ્રબળતા છે આ કર્મ બન્નેમાં સંભવિત છે.
ચતુર્થ સુત્રકા અવતરણ, ચતુર્થ સુત્ર ઔર છાયા |
જે શિક્ષા ગ્રહણ કરવાના અભિલાષી છે તેને શંકા થાય છે આ વિષયમાં જે વિચારવાની વાત છે તે સૂત્રકાર કહે છે-“રઢિા ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૧