________________
આચાર્યો સૂચવેલા માર્ગ ઉપર ચાલવાવાળા પ્રાણી શંકા, આકાંક્ષા આદિરૂપ મિથ્યાત્વને દૂર કરી એને છોડી સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લે છે.
અથવા–આચાર્ય પ્રતિપાદિત સિદ્ધાંતને જાણવાવાળા કેટલાક મનુષ્ય અને મુનિઓ દ્વારા સંયમની રીતના પાલનના વિષયમાં ઉપદિષ્ટ મુનિ જ્ઞાનના અનુદયથી અને બુદ્ધિની મંદતાથી આચાર્ય પ્રતિપાદિત સિદ્ધાંતને યથાવત્ પાલક ન હોવાથી શું ખિન્ન નથી થતું? અર્થાત્ અવશ્ય ખિન્ન થાય છે.
ભાવાર્થ પ્રેરિત હેવા છતાં પણ જ્યારે તે યથાવત્ સંયમ અને તપને આરાધક બની શકતું નથી ત્યારે તેને એક પ્રકારની આત્મગ્લાનિ થાય છે, આ અવસ્થામાં એ વિચારે છે કે હું અભવ્ય છું, સંયમને પાળક હું બની શકતે નથી, એ જ કારણ છે કે આ વિષય મને વારંવાર સમજાવવામાં આવે છે, આચાર્ય મને સમજાવવામાં જરા પણ કસર રાખતા નથી છતાં પણ હું યથાવત્ રીતથી તેમના કહેવા મુજબ ચાલવામાં અસમર્થ જ બની રહું છું. આ પ્રકારને પશ્ચાતાપ કરવાવાળા સિતજન અને અસિતજનને આચાર્ય આશ્વાસન આપીને કહે છે કે “હે ભવ્ય ! તું ઉદાસ બની આત્મગ્લાનિ ન કર. તું ભવ્ય છે, તને સમકિતને લાભ થાય છે, સમકિત ગ્રંથિભેદથી જ થાય છે, ગ્રન્થિભેદ તે ભવ્યને જ થાય છે, અભવ્યને નહિ અભવ્યને તે “હું અભવ્ય છું” એ ખ્યાલ પણ નથી આવતે ” એ વિચાર કરી તમે નિરાશ ન બને છે. સૂ૦૨ છે
તૃતીય સુત્રકા અવતરણ, તૃતીય સુત્ર ઔર છાયા !
આ વિષયેથી વિરતિરૂપ નિર્વેદ ૧૨ કષાયના ક્ષયોપશમમાંથી કઈ એકને સત્વ હોવાથી બને છે. તે વિષયવિરતિરૂપ નિર્વેદ જે તને પ્રાપ્ત થઈ ચૂક્યું છે તે તેને દર્શન મેહનીય અને ચારિત્રમોહનીયના ક્ષપશમની પ્રાપ્તિ થઈ જવા છતાં પણ આ સમય જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોવાથી જ પ્રતિપાદિત તત્વાર્થમાં સકલ વસ્તુના બેધક જ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી. માટે તમે તે અધિગમ-જ્ઞાનની પ્રાપ્તિ માટે જીનપ્રતિપાદિત વચમાં શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વનું અવલંબન કરો આ વાતને સૂત્રકાર સમજાવે છે. “તમેય” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૨૦