________________
સંસારકી અસારતા કો જાનનેવાલા મુનિ સંયમવિષયક
અરતિકો દૂર કર ક્ષણમાત્રમેં મુક્ત હો જાતા હૈ .
આ બીજા ઉદ્દેશમાં સૂત્રકાર કરે છે-“ હું” ઈત્યાદિ.
જેણે સંસારની અસારતા જાણી છે, અને ચારિત્રને પણ અંગીકાર કરેલ છે તે અરતિભાવને દૂર કરે તે ક્ષણ ભરમાં મુક્ત થઈ જાય. ચારિત્રને જેણે અંગીકાર કરેલ છે તેને એ ધર્મ છે કે કેટલા પણ પરિષહ અને ઉપસર્ગો ઉત્પન્ન થાય તે પણ પિતાના ચારિત્રધર્મનું નિર્દોષ રીતિથી પાલન કરે, પરંતુ
જ્યાં સુધી કષાયને પૂર્ણ વિનાશ નથી થતું ત્યાં સુધી જીવથી તેવા પ્રકારની પ્રવૃત્તિ થતી નથી, કારણ કે જે ચારિત્રનું આ ઠેકાણે વર્ણન આપવામાં આવ્યું છે તે ક્ષાપશમિક છે. ક્ષાપશમિક શાસ્ત્રિ ત્યારે જ થાય છે જ્યારે ચારિત્ર મહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓથી સર્વઘાતી પ્રકૃતિઓના થોડાં સ્પદ્ધકોના–અનન્તાનન્ત કર્મ વર્ગણાઓના સમુદાયને એક સ્પદ્ધક થાય છે. તેના ઉદયભાવી ક્ષય થાય તથા થોડા સર્વઘાતિ સ્પદ્ધકોના સદવસ્થારૂપ ઉપશમ થાય અને દેશઘાતિ પ્રકૃતિનો ઉદય થાય. આ અવસ્થાનું નામ ક્ષાપશમ છે.
આ દશામાં દેશઘાતિ પ્રકૃતિને તે ઉદય રહે છે, તે ચારિત્રને બિગાડ કરતી નથી, પરંતુ જેને ઉપશમ થયેલ છે તે કદાચ નિમિત્ત બનીને ઉદયમાં આવી જાય છે તે તે અવશ્ય જ ચારિત્રમાં જીવને અરતિભાવ અગર તેનાથી ભ્રષ્ટ કરે છે. આ વાતને લક્ષમાં રાખીને સૂત્રકાર સંયમી જનને કહે છે કે – “ifપ્ત માર્વેત' સંયમધારી મેધાવી સંયમમાં અરતિને દૂર કરે. સંયમમાં ધતિ ધારણ કરવી, તેનું નામ રતિ છે. રતિને અભાવ અરતિ છે. પાંચ આચારનું પાલન કરવું સંયમ છે. આ વિષયમાં સંયમી જનને કષાના સંસર્ગથી અથવા માતા-પિતા–મિત્ર-સ્ત્રી આદિના સંસર્ગથી અરતિભાવ પેદા થઈ જાય છે ત્યારે ટીકાકાર આ વાત પર પિતાને અભિપ્રાય પ્રગટ કરતાં કહે છે કે-વાત પણ ઠીક છે. કારણ કે વિષયોમાં આસક્તિરૂ૫ રતિને સદૂભાવ થવાથી સંયમમાં અરતિભાવ ને ઉત્પન્ન થાય છે. પરંતુ મેઘાવી મુનિ સંસારની અસારતાને ભલીભાંતિ જાણે છે. તેથી તેનું કર્તવ્ય છે કે તે અરતિભાવને દૂર કરે, નહીં તે કંડરીકની માફક તેને નરકગામી થવું પડશે, અને સંયમમાં રતિ કરવાથી પુંડરીકની માફક તેને
શ્રી આચારાંગ સૂત્ર : ૨