________________
પ્રશ્ન–કદાચ આત્મા પહેલાં શુદ્ધ હવે તેમ માની લેવામાં આવે તે શું હરત છે?
ઉત્તર—ઘણી ભારી હાનિ છે. આ પ્રકારની માન્યતામાં કર્મના સંબંધના પહેલા આત્માને શુદ્ધ માનવું પડશે. અને પછી તેને કમને સંબંધ માનવાથી સિદ્ધાત્માઓને પણ કર્મને સંબંધ માનવો પડશે. એવું તે છે નહિ. શુદ્ધમાં અશુદ્ધતા આવી શકતી નથી. સિદ્ધ અવસ્થા શુદ્ધ અવસ્થા છે. અશુદ્ધથી શુદ્ધ છે. માટે બંધથી જ મેક્ષ કહેવાય છે.
પ્રશ્ન-કર્મના ફળ દેવાની બીજી કોઈ વિશેષ વિધિ છે?
ઉત્તર–હા. છે. જ્યારે કર્મ બંધાય છે ત્યારે તેને પાકવા માટે થોડો વખત જોઈએ, બાંધેલા કર્મ તે વખત ઉદયમાં આવવા લાગતા નથી તેને હિસાબ તે ખેતરમાં પડેલા બી માફક છે. જે પ્રકારે ખેતરમાં વાવેલા બી થોડા વખત પછી પાકે છે તે પ્રકારે બાંધેલા કર્મને પાકવામાં પણ થોડો વખત લાગે છે. તે સમયનું નામ અબાધાકાલ છે. આ અબાધાકાલ એ હિસાબ છે કે એક કડાકોડી સાગરની સ્થિતિવાળા કર્મમાં તેની અબાધા ૧૦૦ વર્ષની પડે છે ૭૦ કડાછેડી સાગરની સ્થિતિવાલા મોહકર્મમાં ૭૦૦૦ વર્ષને અબાધાકાળ પડે છે આ હિસાબથી કરેડ સાગરની સ્થિતિવાળા કમને અબાધાકાળ અન્તમુહૂર્ત માત્ર જ પડે છે. આથી તે વાત જણાય છે કે જેટલે થેડી સ્થિતિને કર્મ બંધાશે તેટલે જલ્દી ફળ દેવાને તૈયાર થઈ જશે. અને એ જ કારણથી આ ભવમાં બાંધેલા કર્મ જીવને આ ભવમાં ઉદય આવે છે.
પ્રશ્ન–બાંધેલા કમનું તેવું જ ફળ મળે છે અગર તેમાં કોઈ પરિવર્તન પણ થાય છે ?.
ઉત્તર–જેના પરિણામોના નિમિત્તથી ફલેપભેગમાં પરિવર્તન પણ થઈ જાય છે, આ પરિવર્તનને–ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, અને ઉદીરણ કહે છે. બાંધેલા કર્મોની સ્થિતિ અગર તેના અનુભાગમાં જીના ભાવોના નિમિત્તથી જે વૃદ્ધિ થાય છે તેને ઉત્કર્ષણ કહે છે. પહેલાં બાંધેલા કર્મોની સ્થિતિ અને અનુભાગમાં જેના ભાવેના નિમિત્તથી જે ઘટતી થાય તેને અપકર્ષણ કહે છે. જીના ભાવેના નિમિત્તથી પાપને પુણ્યમાં, અને પુણ્યને પાપમાં જે પરિવર્તન થાય છે, તેનું નામ સંક્રમણ છે. કેઈ કર્મને કઈ નિમિત્તના કારણથી પોતાની ઠીક સ્થિતિના પહેલાં ઉદયમાં લાવીને જે ખપાવી નાંખે છે તેનું નામ ઉદીરણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૭૧