SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મૃદ્ધ બનાવવાનું છે. આયુકમને સ્વભાવ નિયત સમય સુધી જીવને તે તે પર્યાયમાં રેકી રાખવાનું છે. નામકર્મને સ્વભાવ ચિત્રકારની માફક શરીરાદિકોને અનેક રૂપમાં પરિણમાવવાને છે. શેત્રને સ્વભાવ ઉંચ નીચ કુળમાં પેદા કરાવવાને અને અન્તરાય કમને સ્વભાવ આત્માના વીર્યને ઘાત કરવાનું છે. પ્રદેશબંધ તે જ છે, જેની મારફત દૂધ અને પાણી માફક આત્મા અને કર્મને અનન્તાનન્ત પ્રદેશોને એકીભાવ જે સંબંધ થઈ જાય છે. એ બન્ને પ્રકારના બંધ મન વચન કાયાના યોગોથી થાય છે. સ્થિતિબંધ-કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાને કહે છે, ફળ દેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. એ સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયથી થાય છે. કર્મોને આત્મા સાથે બંધ થાય છે, તેને એ મતલબ નથી કે આત્મા કર્મ બની જાય છે, અથવા કર્મ આત્મારૂપ બની જાય છે. પ્રત્યેક દ્રવ્યમાં એક અગુરુલઘુ નામની શક્તિ રહ્યા કરે છે, જેની મારફત એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ બની શકતું નથી. આ શકિતના સદૂભાવથી પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં સદા કાયમ બની રહે છે. દરેક દ્રવ્યમાં આ છ ગુણે કે જેને સામાન્ય ગુણ કહે છે તે સદા નિવાસ કરી રહેલા છે. ૧ તિત્વ –આ ગુણના નિમિત્તથી દ્રવ્યને કઈ વખત નાશ નથી થતું. ૨ ચતુર–આ ગુણના નિમિત્તથી દ્રવ્ય ક્ષણ-ક્ષણમાં કોઈને કોઈ કામ કર્યા જ કરે છે. ૩ ટૂથબ્લ્યુ-આ ગુણના નિમિત્તથી દ્રવ્યમાં એક અને ભિન્ન પ્રકારની અવસ્થાઓ બદલ્યાં કરે છે. ૪ મગુઇયુ-એના નિમિત્તથી દ્રવ્ય સદા પિતાની મર્યાદામાં જ રહે છે, કોઈ પણ તેને ગુણ બીજા ગુણરૂપ બની શકતું નથી, અને બીજો ગુણ પણ તેમાં બહારથી આવી મળી શકતું નથી. પ પ્રદેશવરવ–આ ગુણના નિમિત્તથી દ્રવ્યને કેઈ ને કઈ આકાર અવશ્ય થાય છે. ૬ મૈયા–આ ગુણના નિમિત્તથી દ્રવ્ય કેઈ ને કોઈ જ્ઞાન વિષય થઈ રહે છે. આત્મા અને પુદગલમાં એક એવી ભાવિક શક્તિ છે કે જેનાથી એ બને અનાદિ કાળથી અન્ય સંયુક્ત હવાને કારણે સ્વભાવથી અન્યથા હેવારૂપ વિભાવ અવસ્થામાં પડેલ છે, તેની આ વિભાવ અવસ્થા અનાદિ કાળની છે. આજ નવી પેદા થયેલ નથી. એનાથી જીવમાં પુદ્ગલના નિમિત્તથી વિભાવ-અન્યથા ભાવરૂપ પરિણમન અને વિભાવદશાસંપન્ન જીવના નિમિત્તથી પુદ્ગલમાં વિભાવ-(કર્મ)–રૂપ પરિમન થયા કરે છે. તેનું આ પરિણમન અનાદિ કાળનું છે. આજનું નહિ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ७०
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy