________________
આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્રો
g arળા' ઈત્યાદિ–હે મેધાવી!હે સર્વવિરતિસંપન્ન! હે પરમાર્થના જાણકાર મુનિ ! કઈ પણ સ્વજનાદિક એક બીજાને ત્રાણ અને શરણ માટે સમર્થ બનતા નથી. આ પ્રકારે પૂર્વોક્ત રીતિથી પ્રત્યેક પ્રાણીના સુખ દુઃખને જાણીને અર્થાત “પિતાના કરેલા પાપ પુન્યના ફળ અવશ્ય ભોગવવા પડે છે એવું સમજીને તથા અવસ્થાને પણ અનલિકાન્ત દેખીને, તથા જ્યાં સુધી રેગાદિકને ઉદય થયો નથી. બધી ઈન્દ્રિયો પોતપોતાની શક્તિમાં સમર્થ છે, અને સ્વજનાદિએ છોડેલ નથી, અર્થાત્ જ્યાં સુધી સ્વજનાદિ આદર કરે છે ત્યાં સુધી આત્માનું શ્રેય સાધી લેવું જોઈએ. એવી અવસ્થાને અર્થાત્ પરિવાદદોષયુક્ત વૃદ્ધાવસ્થા, પોષણદેષવાળી બાલ્યાવસ્થા અને પરિહારદેષવાળી રેગાવસ્થાને સેચીને તું સંચમારાધનને અવસરને ભલિભાતિ જાણ.
વૃદ્ધાવસ્થામેં કોઈ રક્ષક નહીં હોતા ઔર બાલ્યાવસ્થા ભી પરાધીન હોને કે કારણ દુઃખમય હી હૈ-એસા વિચાર કર યુવાવસ્થા કો હી સંયમપાલન કા
| યોગ્ય અવસર સમઝના ચાહિયે .
ભલે સુખી હોય યા દુઃખી પ્રત્યેક મનુષ્યને પોતાના કૃત–કરેલા શુભાશુભ કર્મના ફળને ભેગવવું પડે છે. એ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે ફળ આપ્યા વિના કર્મ કઈ વખત નાશ થતાં નથી.
આત્માને પૌગલિક વર્ગણા પરતંત્ર કરે છે તેનું નામ જ કર્મ છે. આ લોકમાં કાજળની શીશી માફક સર્વત્ર કામણ વર્ગણાઓ ભરેલી છે. એ પીગલિક છે. આત્માના ક્રોધાદિ કષાયોના નિમિત્તથી તેમાં સ્થિતિબંધ અને અનુભાગ બંધરૂપ ફળ દેવાની શક્તિ આવે છે. કર્મબંધની શાસ્ત્રકારોએ ૪ પ્રકારની અવસ્થાઓ બતાવેલી છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ અનુભાગબંધ, અને ૪ પ્રદેશબંધ. જ્ઞાનાવરણીયાદિક અષ્ટવિધ કર્મોમાં આત્માના તે તે ગુણની ઘાત કરવાની જે શક્તિ છે તેનું નામ પ્રકૃતિબંધ છે. પ્રકૃતિ નામ સ્વભાવનું છે. જેમ લીંબડાને સ્વભાવ કહે હોય છે તે પ્રકાર જ્ઞાનાવણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણનો ઘાત કરવાનું હોય છે. દર્શનાવરણીય કર્મને સ્વભાવ આત્માના દર્શનગુણને ઘાત કરવાને છે. વેદનીય કમને સ્વભાવ આત્માને સુખ અને દુઃખ આપવાનું છે. મેહનીય કર્મને સ્વભાવ આત્માના સ્વભાવને પરપદાર્થોમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨