________________
છે તો તેને સફળ બનાવવા માટે તું સંસારની અસારતાને વિચાર કર, જેથી તારું મન સાંસારિક પદાર્થોમાં લુબ્ધ ન બને. સંસારની અસારતાને વિચાર જ તો સાંસારિક પદાર્થોમાં તુચ્છતાની ભાવના જાગ્રત કરે છે, જે પદાર્થો માટે તે રાત દિવસ એક કરી નાખે છે, જ્યારે તે પદાર્થોનું સ્વરૂપ વિચાર કરે છે તે નિયમતઃ તેના ચિત્તમાં તેનાથી વિરક્તિભાવ જાગ્રત થાય છે. દષ્ટિને ભેટ તે જ વિરક્તિભાવ છે. જે પદાર્થોના પરિણમનમાં તે પિતાનું પરિણમન માનતો હતો તથા પ્રાપ્તિ ન થવાથી આકુલિત બન હતું, તે પદાર્થોમાં અસારતા અગર તુચ્છતાની ભાવના જાગ્રત થવાથી તેનાથી તેની દષ્ટિ બદલી જાય છે, અને “ભેગોના નિમિત્તથી આત્મામાં કમને બંધ થાય છે એવું સમજીને તેનાથી ઉદાસીનવૃત્તિ ધારણ કરી લે છે, ત્યારે જે પ્રકારે એક ઘાસના તણખલા માટે સાધારણ મનુષ્યને પણ રાગ થતો નથી તેમ પ થતો નથી, ઠીક તે પ્રકારની પ્રવૃત્તિ, પર પદાર્થોમાં દષ્ટિભેદ થવાથી તેની થઈ જાય છે. ત્યારે તે પ્રત્યેક પદાર્થના પરિણમનમાં જ્ઞાતા-દ્રષ્ટ-સ્વરૂપ જ રહે છે, આલિત અગર મેહી બનતું નથી. આ પરિસ્થિતિ આ સંયમભાવમાં દઢ રૂપથી સ્થિર રાખે છે, માટે તે એક ક્ષણ પણ પ્રમાદી બનતું નથી. આ વાતને ખુલાસો—“ગતિ વયો વૌવનં ૪” આ વાક્યથી સૂત્રકારે કરેલ છે. પ્રમાદી નહિ બનવામાં આ હેતુરૂપથી કથન કરેલ છે કૌમાર યૌવનાદિ અવસ્થાઓનું નામ વય છે. સૂત્રકાર કહે છે કે–દેખે હે ભવ્ય જીવ ! પરપદાર્થોમાં રાગી કેવી અગર મહી થતાં કૌમારચીવનાદિ અનેક પૂર્વભવેની અવસ્થાએ વ્યતીત થયેલ છે. પરંતુ તે પિતાને કાંઈ પણ સુધાર કર્યો નહિ, માટે આ વર્તમાન સમય જે તને મળેલ છે તેને સફળ કરવાની કેશિશ કરે. આ ભવની પણ એ બાલ યૌવનાદિ અવસ્થાએ વ્યતીત થઈ જવાની છે–સ્થિર રહેવાવાળી નથી, માટે હવે તે તેનાથી પિતાનું કલ્યાણ કરી લે. માનીલ્યો કે બાલ અવસ્થામાં અલ્પજ્ઞાન હોવાથી આત્મા કલ્યાણ માર્ગમાં અગ્રેસર ન બની શકે તો પણ યૌવન અવસ્થામાં તે બની શકે છે, પરંતુ તું તો તેને પણ વ્યર્થ ઈ બેસે છે, કારણ કે બધી અવસ્થા એમાં યૌવન અવસ્થાની જ મુખ્યતા છે. આ અવસ્થામાં જ પ્રાણુ કાંઈક પણ કરી શકે છે. ધર્મ, અર્થ અને કામાદિ સાધન બધું આ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, એ ખ્યાલથી “વ” તેમાં તેને સમાવેશ હોવા છતાં પણ “ચૌવન” આ પદનું પૃથક્ રૂપથી ગ્રહણ કરેલ છે. માટે તે યૌવન અવસ્થા વ્યર્થ વ્યતીત ન થાય એ પ્રકારથી સંયમી પુરૂષે તે અવસ્થા અપ્રમાદદશા સમન્વિત બની સફળ બનાવી લેવી જોઈએ, કારણ કે આ અવસ્થા સદા સ્થાયી નથી, સંધ્યાના રાગ અને મેઘછાયા ની માફક સ્વલ્પકાળમાં જ દેખતાં–દેખતાં નષ્ટ થવાવાળી છે, માટે તેની સફળતા કરવામાં જ બુદ્ધિમાની છે. એ સૂ૦૪ .
શ્રી આચારાંગ સૂત્ર : ૨