________________
" अनन्तकालदुर्लभमानुषजन्माऽऽर्यक्षेत्रशोभनकुलोत्पत्तिबोधिलाभसर्वविरतिप्राप्तिरूपावसरोऽनादौ संसारे जीवेन लब्धः, इत्यनुभूय धीरो मुहूर्तमपि नो प्रमादयेत्' આ પંક્તિઓથી ખુલાસો કરેલ છે, અર્થાત્ દુર્લભ મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉંચકુળમાં જન્મ, બેધિને લાભ, સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિરૂપ અવસર જીવે અનંતકાળથી પ્રાપ્ત કરેલ છે. એ વિચાર કરી ધીર વીર સંયમી જન મુહૂર્ત માત્ર પણ સંયમારાધન કરવામાં પ્રમાદશીલ ન બને. મનુષ્યજન્મનું મળવું ઘણું જ દુર્લભ છે, તેની દુર્લભતા શાસ્ત્રકારોએ ૧૦ દષ્ટાન્તોથી શાસ્ત્રમાં પ્રગટ કરી છે. પ્રથમ તો મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તેમાં પણ આર્યક્ષેત્રમાં જન્મ મળ એ મહાદુર્લભ છે, આર્યક્ષેત્રમાં પણ ઉંચ કુળમાં જન્મ થે એ પણ દુર્લભ છે, તેમાં પણ બેધિને લાભ થે ઘણું જ કઠિનતર છે. તેમાં પણ સર્વવિરતિરૂપ ચારિત્રનું આરાધન કરવું તે દુર્લભતમ છે. માટે આ અનાદિ સંસારમાં કદાચ આ પૂર્ણ સાધન સામગ્રીની પ્રાપ્તિ તારે હાથે આવી છે તો તે પ્રાણી! તું સંયમભાવથી એક મુહૂર્ત પણ પ્રમાદી બનીશ નહિ. ધીર વીર થઈ તેમાં કેટલાએ ઉપસર્ગ આવે અને ગમે તેટલા પરિષહના ઢગલા તારા માર્ગમાં આડા આવે તો પણ સંયમનું આરાધન કર. જેથી પ્રાપ્ત થયેલે આ અવસર તારા હાથથી ચાલ્યા ન જાય. પરીષહ અને ઉપસર્ગ આવવા છતાં જે સંયમમાર્ગથી વિચલિત ન થાય તેનું નામ જ ધીર છે. સાચે ધીર વીર તે છે જે આ પવિત્ર સંચમનું આરાધન કરી પોતાના જન્મને સફળ બનાવે છે.
આ ઠેકાણે જે “એક મુહૂર્ત પણ પ્રમાદ ન કરે. એવું કહ્યું છે તે સ્થ જીના ઉપયોગની અપેક્ષા કથન સમજવું જોઈએ. કારણ કે છગ્રસ્થાને ઉપવેગ એક મુહુર્ત સુધી જ સ્થિર રહે છે પછી ઉપગાર થઈ જાય છે. શાસ્ત્રીય સિદ્ધાત તો આ વાતનું પ્રતિપ્રાદન કરે છે કે એક સમય પણ પ્રમાદ ન કરે. “સમયે જોગમ!મા માથg”હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદી ન બન.
આના માટે સૂત્રકાર આ વાતને વિચાર કરી સંબોધન કરી કહે છે કે-હે. પ્રાણી! કેઈ વિશિષ્ટ પૂર્વ પુર્યોદયથી જ તને આ દુર્લભતમ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૬૧