________________
"जो नहीं मजा देखा हलवा पुरी खानेमें, सो मजा देखा एक खाजके खजुवानेमें"
જ્યારે તે ખણવારૂપ કાર્યને બંધ કરવામાં આવે અને પછી તેની જે જલનરૂપ વેદના થાય છે તે તેજ જાણે છે. તે પ્રકારે આ વિષયેનું સેવન પણ છે. તે વિચાર કરી મન વચન આદિ રૂપ નવ કેટિથી તેને ત્યાગ કરી દે. આ વાતની પુષ્ટિ “અદી વિદ્યાપ” આ પદમાં લાગેલાં “અહએ પદ કરે છે. એ તે નિશ્ચિત છે કે આત્મામાં પૂર્વસંસ્કાર જેટલું કાર્ય કરે છે તેટલું વર્તન માન સંસ્કાર નહિ. બચ્ચું જ્યારે માતાના પેટથી ઉત્પન્ન થાય છે તો તેની સ્તન્યપાન-પ્રવૃત્તિમાં પૂર્વ સંસ્કાર જ સર્વ પ્રથમ કામ કરે છે. અમે એ પણ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે કુંભાર પોતાના ઘટરૂપ કાર્યને નિષ્પન્ન કરવા માટે ચાકમાં જબર્દસ્ત ભ્રમી પેદા કરે છે, આ જબરજસ્ત ભ્રમી ફક્ત વર્તમાનમાં જ તેને તેમાં ઉત્પન્ન કરેલ નથી પણ એકની પછી એક જે તે તેમાં ભ્રમી કર્યા કરે છે–વારંવાર લાકડીથી ઘુમાવ્યા કરે છે તેથી જ તે ઉત્પન્ન થયેલ છે, આ ભ્રમરૂપ સંસ્કાર દ્વારા તેણે ઘટરૂપ પોતાના કાર્યને નિષ્પન્ન કર્યું છે, તે પ્રકારે આત્મા પણ પૂર્વ પૂર્વ પરપદાર્થોના ભેગવવા આદિરૂપ વાસના-સંસ્કારથી સાંસારિક પરપદાર્થોને ભેગવવા તથા અપનાવવાની તરફ જ મુકે છે. આ સંસ્કારોને સર્વથા પ્રક્ષણ કરવાની શક્તિ કદાચ કઈ જગ્યાએ હોય તો તે ફક્ત સંયમમાં જ છે. આ સંયમનું આરાધન નવકેટિથી હાવું જોઈએ, ઉપર ઉપરના દેખાવ પુરતું ન હોવું જોઈએ.
“અeો વિદાસ” આ પદમાં જે “અહીએ શબ્દ છે તે આશ્ચર્ય વાચક છે, પૂર્વોક્ત પ્રકારથી એક તો આ પદની સાર્થકતા પ્રગટ કરી છે. બીજું આ પ્રકારથી પણ આ પદની સાર્થકતા ટીકાકાર પ્રગટ કરીને કહે છે કે એ પણ એક આશ્ચર્યની વાત છે કે જ્યારે આ આત્મા સાંસારિક વાસનાઓથી વાસિત હતો તે વખતે કેઈને પોતાને મિત્ર, કેઈને પોતાને શત્રુ માનીને રાત દિવસ રાગ અને દ્વેષથી પુરેપુરે પગથી માથા સુધી ફસાએલે હતો, અર્થાત્ જકડાએલો હતો. ઈષ્ટ અનિષ્ટ પદાર્થોની કલ્પનાથી રાતદિવસ આ રૌદ્ર ગ્રાન કરવામાં મસ્ત રહેતો હતો. પરંતુ જ્યાં સંયમની લગામ તેના હાથમાં આવે છે ત્યાં તે એવા પ્રકારની કલ્પનાથી સર્વથા રહિત થાય છે. કારણ કે પદાર્થોમાં ઈષ્ટની કલ્પના ઈન્દ્રિચેના અનુકૂળ પદાર્થોમાં જ થાય છે. પ્રતિકૂળ પદાર્થોમાં અનિષ્ટની કલ્પના. પરંતુ જ્યારે સંયમની દોરી તેને પ્રાપ્ત થાય છે ત્યારે અનુકૂળ અને પ્રતિકૂળ બધું એક
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૮