________________
તે સંયમીજનને, આ પ્રકારની તપશ્ચર્યાને, જેથી શરીરમાં પણ મમતા રહેતી નથી. માટે આ પ્રકારનું સંચમારાધન “પુના જન પુન િમા પુનનિ જનનીકરો રથ ” આ મહારોગનું જરૂર મહા ઔષધ છે, તેની પ્રાપ્તિ માટે હે પ્રાણી, તું એક ક્ષણ પણ ઢીલ ન કર. એ વાતનો વિચાર પણ ન કર કે–“હમણું તે ખાવા પીવાના દિવસે છે–એશઆરામ ભેગવવાને સમય છે, જ્યારે વળી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમારાધન કરી લઈશ.” કારણ કે કેણ કહી શકે છે કે વૃદ્ધાવસ્થા આવશે. વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ કદાચ તું આ પર્યાયથી પર્યાયા
ન્તરિત થઈ ગયે તે પછી તારી આ કલ્પના નકામી જ રહી જવાની. અને વૃદ્ધાવસ્થામાં જ્યારે પ્રત્યેક ઈન્દ્રિય શિથિલ થાય છે, શરીર પણ અસક્ત બને છે, કરવાની ભાવના હોવા છતાં પણ કાંઈ પણ કરી શકતું નથી તે પછી આ સંયમનું આરાધન કેવી રીતે બની શકે. કદાચ પહેલાથી સંચમારાધનની શક્તિ આત્મામાં આવી ગઈ હતી તે વૃદ્ધાવસ્થામાં સંચમારાધન પૂર્વ સંસ્કારને વશથી થઈ પણ જાય પરંતુ આ પ્રકારની ગ્યતા તો તને હજુ સુધી પ્રાપ્ત જ નથી થઈ. આ ગ્યતા જ્યારે પ્રત્યેક ઈન્દ્રિય બળવાન હતી, શરીર પણ સશક્ત હતું, દ્રવ્ય-ત્ર-કાળ-ભાવ રૂપ સામગ્રી અનુકૂળ હતી, તે અવસ્થામાં આવી શકત. પરંતુ તે અવસ્થા તો તે પુત્ર મિત્ર કલત્રાદિકોમાં આસક્તિને વશવર્તી બની ગુમાવી અને સાવઘાનુષ્ઠાન કરવાથી પિતાની આત્મપરિણતિને કલુષિત કરી, ત્યારે ભલા કહો તો ખરા; સહસા આ કાર્ય તારાથી હવે કેવી રીતે બની શકશે?, આ ઉપર સૂત્રકાર કહે છે કે – હે ભવ્ય પ્રાણી ! તું “મુકુત્તમવિ નો માથg” એક ક્ષણને પણ પ્રમાદ ન કર અને મન વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમોદનાથી અર્થાત્ નવ કેટિથી આ સંયમનું આરાધન કર, કનક કામિની આદિ પદાર્થ જેને તું ભ્રમવશ હજુ સુધી પોતાના માનતું આવ્યું છે અને જેને મેળવવામાં અને પાલન પોષણ કરવામાં તે પોતાના હિત અહિતને પણ વિવેક લુસ કરી નાખેલ છે. ભલા ! તેના સ્વરૂપને વિચાર કર અને દેખ કે તેના સંયેગથી તારા આત્મામાં ક્યાં સુધી શાંતિ જાગ્રત થાય છે. કદાચ તે વાસ્તવિક શાંતિ પ્રદાન કરવામાં અસમર્થ છે તો તું તેને નવકેટિથી પરિત્યાગ કરી દે. આ પરિત્યાગથી તારા આત્મામાં અપૂર્વ સંસ્કાર જાગ્રત થશે તે આ તારી દીનદશાને અંત કરી દેશે આ પદાર્થોને ભેગ અથવા સંગ્રહ ખુજલીને ખણવા બરાબર છે. જે પ્રકારે ખુજલીને ખણવાવાળા વ્યક્તિ, તે વખતે ખણવાથી આનંદ આવે તેમ માને છે. અને કહ્યું પણ છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૭