SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકુળ ચિત્ત રાખી અસાવધાનીપૂર્વક પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી, અને હજુ સુધી પણ મેં જેના કારણે કલ્યાણ માર્ગથી દૂર રહ્યો તે આજ મારા ખાવામાં -પીવામાં પહેરવામાં સગવડ કરી આપવા જરા પણ મન લગાડતા નથી, તે કેટલા દુઃખની વાત છે? અરે ! અધિક શું કહેવું, તે લેકેને તો હવે મારું બેલવું પણ ઝેર જેવું લાગે છે. આ પ્રકારના વચનેથી તે વૃદ્ધ તે આત્મીય જનની નિંદા કરે છે અને તેને ધિક્કારે છે તેને માટે સૂત્રકાર કહે છે કે – નારું તે તા ગાતાર વા શor a” તિ હે આત્મન્ ! જે પરપદાર્થોનું તે પોતાની રક્ષા માટે પાલન પોષણ કર્યું છે તે કઈ તારી આ વૃદ્ધાવસ્થાજન્ય દુર્બલતાથી અથવા આ સમયમાં થનાર અનેક કષ્ટરૂપ આપત્તિઓથી તારો ઉદ્ધાર કરી શકતા નથી, અને તને શરણ દેવામાં પણ સમર્થ નથી. આ વાક્યમાં જે “જા” શબ્દ આવ્યો છે તે આ વાતને સૂચક છે કે કદાચ પૂર્વ પુણ્યના ઉદયથી કોઈ આવા આત્મીય જન મન્યાં હોય. જે માતા-પિતાની વૃદ્ધાસ્થામાં ભક્તિ કરતા હોય, તેમની દરેક પ્રકારની સેવા ચાકરી કરવામાં કેઈપણ પ્રકારની કસર રાખતા ન હોય, તેને જરા પણ તિરસ્કાર કરતા નથી તો પણ આ વૃદ્ધાવસ્થામાં થનાર જે કષ્ટ છે ભલે તે શારીરિક હોય કે માનસિક હોય, અગર વાચિક હોય, તેનાથી તેઓ તેમને ઉદ્ધાર કરી શકતા નથી. વૃદ્ધાવસ્થામાં કદાચ તે વૃદ્ધ ચાહે કે-“મારા સેવક પુત્ર કલત્રાદિકો, જે રાત દિવસ મારી સેવા કરવામાં જ લાગ્યા રહે છે અને જે બિચારા દુખેથી પીડિત થઈ રહ્યાં છે, હું તેમને કષ્ટથી નિર્મુક્ત કરી દઉં” તો તેને આ પ્રકારને પણ વિચાર વ્યર્થ જ છે. આ વાતને પ્રગટ કરવા સૂત્રકાર કહે છે— “મપિ તેષાં નારું ગાય વા રથ યા” તિ ભાઈ ! વૃદ્ધાવસ્થામાં તારે આ પ્રકારની ચિંતા કરવી ઠીક નથી, કારણ કે તું પોતે અશક્ત છે ત્યારે તું આવી દુર્દશામાં ફસેલાં પોતાનાં પુત્ર કલત્રાદિકને શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy