________________
ઉદ્ધારક કેવી રીતે બની શકે છે, અને કેવી રીતે તેને આશ્રય આપી શકાય. તમે પોતે આ સમયે રક્ષા કરાવવા યોગ્ય અને આશ્રય લેવા ગ્ય છે.
આ સૂત્રમાં પણ જે “ઘ' શબ્દ આવ્યું છે તેનાથી એ બોધ થાય છે કે તારા પુત્ર કલત્રાદિક કદાચ દુઃખમગ્ન છે અને તારી સેવામાં પણ તત્પર છે તો પણ તું તેમને રક્ષક બની શકતો નથી. કારણ કે જ્યારે તું સ્વયં પોતાના શારીરિક કાર્ય કરવામાં અસમર્થ છે તો પછી કેવી રીતે મહાકષ્ટસાધ્ય તેનું ભરણ પોષણ આદિ કાર્ય કરવા વિચાર પણ કરી શકે.
વૃદ્ધ પોતાની અવસ્થામાં સ્વયં હસીને પાત્ર છે, તે બીજાની હાંસી કેવી રીતે કરી શકે ? તેનું વર્ણન કરે છે –“દાતા” જે સ્વયં હાંસી મજાકને પાત્ર છે તે બીજાઓની હાંસી કેવી રીતે કરી શકે, માટે કઈ કદાચ નિંદિત આચારવાળા છે તે તેઓ તેની હાંસી કરવાને ગ્ય જ નથી.
“ શીલા રત” આ સૂત્રમાં એ પ્રગટ કરેલ છે કે વૃદ્ધાવસ્થામાં પુરૂષ ક્રિીડા કરવાને અસમર્થ બની જાય છે તથા તે વિષયસેવન માટે પણ એગ્ય રહેતો નથી.
આ ઠેકાણે કીડાને અર્થ અક્ષાદિકો–પાસાઓથી ખેલવું, ઠેકવું, કૂદવું, દોડવું તથા વ્યાયામ કરે, ઈત્યાદિ છે. આ કીડા વૃદ્ધ કેવી રીતે કરી શકે, કારણ કે તે વૃદ્ધાવસ્થામાં બિલકુલ અશક્ત થઈ જાય છે. રતિને અર્થ છે આલિંગનાદિક તેના પણ ઉપલેક્તા તે બની શકતું નથી, કારણ કે વૃદ્ધાવસ્થામાં પ્રત્યેક ઈન્દ્રિયો શિથિલ બને છે. અર્થાત્ શોભા માટે પણ ધારણ કરેલાં અલંકાર પણ તેને શેભા આપી શકતાં નથી. કડા, કુંડલ, કેયૂર-ભુજબંધ આદિ અલંકાર તેની શોભામાં વૃદ્ધિ કરતા નથી પણ તેના માટે હાસ્યનું કારણ બને છે. કહ્યું છે કે –
ચતુર્થ સૂત્રકા અતરણ ઔર ચતુર્થ સૂત્રો " न भूषणं भाति न हास्यमस्य, न विभ्रमो नैव जना अधीनाः। प्रवर्तते तत्र यदा तु वृद्धो, विडम्बना याति परां तदा सः" ॥१॥ इति ।
આ પ્રકારે તેને ભૂષણ શેભા દેતા નથી. તેની હાંસી પણ તેની સુંદરતા વધારી શકતી નથી. તે વિલાસ પણ કરી શકતો નથી. તેની પાસે રહેતા માણસે પણ તેના કહેવામાં રહેતા નથી. અગર તે ઉપર કહેલી વાતોમાં પ્રવૃત્તિ કરે તો તે આ વૃદ્ધાવસ્થામાં વિડંબના પામીને પોતાના પુત્ર સ્ત્રી આદિથી તિરસ્કાર જ પામે છે. તથા ઘડપણથી જર્જરિત શરીર બનેલું હોઈ તેના માટે ક્રિડા, રતિ, વિભૂષાદિક કઈ પણ શોભા માટે ગ્ય નથી.
અપ્રશસ્ત મૂલસ્થાનોનું વર્ણન થઈ ચુકયુંહવે પ્રશસ્ત મૂલસ્થાનું વર્ણન કરે છે અથવા તે પુત્ર કલત્રાદિક મારી રક્ષા માટે અગર મને શરણ પ્રદાન કરવા માટે સમર્થ બની શકતા નથી, એ વિચાર કરી ધીર વીર પુરૂષનું
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૫