________________
આત્મીય કહે છે તે જ મારી ઉપેક્ષા કરી રહ્યા છે. તો હવે એ કેણ છે જે આત્મસાધનાથી રહિત મારા જેવા અભાગીની તરફ ધ્યાન આપે ? આ બધા લેકે મને દેખીને હસે છે. હાય ! હવે શું કરું” ઈત્યાદિ રૂપથી તે વિલાપ કરવા લાગે અને પશ્ચાત્તાપની અગ્નિમાં જલીને “હું જલદી કેમ મરતો નથી?” આ પ્રકારે વારંવાર વિચારવા લાગે અને દુઃખી થવા લાગે.
જ્યારે જ્યારે તે આ અવસ્થામાં ખેતી, વ્યાપાર, હાથી, ઘેડા અને રથ આદિ વિષયમાં પોતાના પુત્રેથી પૂછતો તો તેઓ કહેતા કે-“અરે! બડબડ શું કર્યા કરો છો ? ચુપચાપ કેમ બેસતા નથી? તમારે તેનાથી શું મતલબ છે? ખાલી કાગડા સમાન અમારે નહિ સાંભળવા જેવી વાણીને સંભળાવે છે. “શું થઈ રહ્યું છે? શું નથી થઈ રહ્યું ?” એ બધું જાણવાની તમારે શું જરૂર છે? આ પ્રકારનું જાણવાથી પણ તમારે કયે સ્વાર્થ સિદ્ધ થવાનો છે? તમે તો ચુપ જ રહ્યા કરો અને જે કાંઈ પણ ખાવા પીવાનું મળે છે તેમાં સંતોષ રાખે” ઈત્યાદિ અનેક પ્રકારનાં કઠોર વચનેથી વારંવાર તેઓ તેને તિરસ્કાર કરીને તે વૃદ્ધ શેઠને દુખી કરતા હતા.
વૃદ્ધાવસ્થામાં એક તો મનુષ્યને સ્વભાવતઃ પહેલાની અપેક્ષા અધિક વાચાલતા આવે છે માટે પોતાના સગા સંબંધીઓ દ્વારા જે કાંઈ પણ અનાદરસૂચક વ્યવહાર તેની સાથે થાય છે, તે જ્યાં સુધી પોતાના પાડોશીઓને તે ન કહે ત્યાં સુધી તેને શાંતિ થતી નથી. હવે આ વાતને સૂત્રકાર સૂચિત કરે છે–
" सोऽपि तान् निजकान् पश्चात् परिवदति "
તે વૃદ્ધ તે પિતાના પુત્ર કલત્ર અને નેકર આદિ પોતાના આત્મીયજનની આ પ્રકારે નિંદા કરવા લાગે છે કે-જેનું પાલન પોષણ કરવામાં મેં જરા પણ કસર નહિ રાખી, જેની સેવામાં રાત દિવસ એક જ મા, એવું સમજીને કે સ્ત્રી પુત્રાદિકોનું પાલન પોષણ કરવું એ સર્વોત્તમ કાર્ય છે. મેં ધન ઉપાર્જન કરવામાં કોઈ કસર રાખી નહિ. સંસારભરના સર્વ અનર્થ ર્યો, અને આકુળ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૩