________________
રાજગૃહ નામના પ્રસિદ્ધ નગરમાં દેવદાસ નામનો એક શેઠ રહેતો હતો. જે અનેક ગુણોથી અલંકૃત હતો. જેનું શરીર સંસારમાં સારી બુદ્ધિને ઉત્પન્ન કરવાવાળા સુંદર સૌન્દર્યથી સુશોભિત હતું, જેના ઘરે સુંદર કીંમતી વસ્ત્રોની કમીના ન હતી. જેનું ઘર હંમેશા હાથી-ઘડા અને રથેથી ભરેલું રહેતું હતું. સંપત્તિ જેની દાસી હતી. એક વખત તેણે યૌવન અવસ્થામાં શુભ કર્મના ઉદયથી વ્યાપારથી દસ કરોડ સુવર્ણમુદ્રા કમાયે. તે સ્ત્રી પુત્રાદિક પરિજને માટે ચંદ્રમાની માફક આનંદ ઉત્પન્ન કરતો હતો. તેને ચાર પુત્રો હતા. તેણે એક વખત પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાની ધનસંપત્તિ પોતાના સમસ્ત પત્રોમાં વહેંચી આપી, અને તેમના તરફથી બિલકુલ નિશ્ચિત થઈ ગયું. તે પુત્ર પણ પોતપોતાની સ્ત્રીઓને “તમે અમારા પિતાની સારી રીતે સેવા કરજે” એવો આદેશ આપીને પોતપોતાના કામે લાગી ગયા. થોડા સમય પછી મોટા પુત્રની સ્ત્રી પોતાના સસરાની સેવા કરવામાં આળસ કરવા લાગી. પુત્ર જે વખત ઘેર આવે અને પિતાને કુશલ સમાચાર તથા સેવા કરવાની વાત પૂછે ત્યારે તે વૃદ્ધ કહેતો કે ભાઈ શું કહું ? આ વહુ તો મારી જરા પણ ખાતર બરદાસ કરતી નથી, આવી વાત સાંભળીને જ્યારે તેને પતિ તેણીથી નારાજ થાય છે ત્યારે તેણી પોતાના પતિને કહે છે કે તમને મારા ઉપર વિશ્વાસ નથી તો પછી તમારા પિતાજીની સેવા બીજી વસ્તુથી કેમ કરાવતાં નથી? આવા પ્રકારના તેણીના કહેવા પરથી
જ્યારે તેણે પિતાની સેવા માટે બીજી વસ્તુને નિયુક્ત કરી તો તે પણ પહેલી વહુની માફક તેની સેવામાં મન્દ મન્દ આદરવાલી થવા લાગી. ત્યારે તેનો પતિ પણ જ્યારે તેને ભલું બુરું કહેતો તો તે પણ તેની સેવા કરવાથી વિમુખ બની જતી. આ પ્રકારે બીજી વસ્તુઓ તથા પુત્ર, પૌત્રી અને નોકર ચાકર પણ તેની સેવા કરવામાં કમે-કમે વિમુખ બની ગયાં. જ્યારે આ પોતાની હાલત તે વૃદ્ધ દેખી તો તેના ચિત્તમાં ઘણું જ સંતાપ પેદા થયે અને તે અત્યંત ખેદખિન્ન બની ગાંડાની માફક બની અનેક પ્રકારના કષ્ટનો અનુભવ કરવા લાગ્યો. બધા ઘરવાળાએ તેને છોડી દીધો. તે બીલકુલ કમજોર થઈ ગયે. એક ડગલું પણ ચાલવાની તેનામાં શક્તિ ન રહી. તે પોતાના ખાટલાની પાસે જ ઝાડા પિશાબને ત્યાગ કરવા લાગ્યું. તેના વસ્ત્રો પણ મેલા રહેવા લાગ્યા. તેના દાંતે પહેલાથી જ પડી ગયા હતા. ઘરવાળામાંથી કોઈને પણ તેના પ્રતિ જરા જેટલે પણ પ્રેમ ના રહ્યો. ભેજન પણ તેને અનાદરપૂર્વક આપવામાં આવતું હતું. આ પોતાની હાલતને દેખીને તે વિચાર કરવા લાગે કે-“હાય! મેં યૌવન અવસ્થામાં ધન કમાવામાં જ પોતાને સમય વ્યતીત કર્યો. કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ ચિત્તને લગાવ્યું. કલ્યાણમાની તરફ સદા ઉદાસી રહ્યો, તેનું થોડું પણ આરાધન ન કર્યું. હવે આવી અવસ્થામાં હું શું કરી શકું? આટલું આટલું કરવા છતાં પણ આ લેકો મારા તરફ પણ જતા નથી. જેનું મેં પહેલાં સારી રીતે લાલન-પાલન અને જેની સાથે મારો ઘનિષ્ટ પ્રેમ રહ્યો છે, સંસારમાં જેને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૫૨