SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ એટલું પણ નથી બનતું કે અહીંયાથી ઉઠી બીજી જગ્યાએ જઈ બેસે. જ્યારે દેખો ત્યારે ખાટ પર જ પડી રહે છે. આમ તે એને કોઈ મતલબ જ નથી, કારણ કે કમાઈ કમાઈને તે અમે લાવીએ છીએ. આવા પ્રકારના અનેક કઠોર વચનથી અથવા અંગુઠે બતાવી બતાવીને તેને અનાદર કરતા જ રહે છે અને તેને ધિકાર્યા જ કરે છે. આ અવસ્થામાં બીજાની શું વાત કહેવી – અર્થાત્ બીજી વ્યક્તિ અને પોતાનાં સગા સંબંધી લેક આ વૃદ્ધની સેવા ચાકરી આદર સત્કાર ન કરે તે કઈ અચરજની વાત નહિ. પરંતુ તે પોતે પોતાના શરીર સંબંધી કાર્ય કરવામાં પણ અસમર્થ બને છે. તે ઉઠવા ચાહે છે તે પણ ઉઠી શકતું નથી, સાંભળવાની દેખવાની સુંઘવાની અને ચાખવાની તથા સ્પર્શની ઈચ્છા કરે છે તો પણ પોતાની તે તે પદાર્થોથી વિષય કરવાવાળી ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ હોવાથી ન તો શબ્દને સાંભળી શકતો, ન તે રૂપને દેખી શકતો, નથી ગંધને પારખી શકતો, નથી રસને ચાખી શકતા અને કઠેર તેમજ કર્કશ સ્પશને પીછાણી શકતો નથી. એવી અનેક પ્રકારની દુર્દશાને ભેગવતાં તે વૃદ્ધ સદા ચિત્તમાં સંતપ્ત રહ્યા કરે છે, તથા શરીરના નવ દ્વારોથી સદા નીકળતાં કાનને મેલ તથા ખુંખાર આદિ અપવિત્ર વસ્તુઓને દેખીને નિત્ય ગ્લાનિ ભેગવ્યાં કરે છે. પરંતુ કાંઈ પણ કરી શકતો નથી. એ તો એ જ વિચારે છે કે મારી મૃત્યુ ક્યારે આવે જેથી આ દુઃખથી છુટકારો મળી જાય, પરંતુ તેના આ વિચારથી કાંઈ બની શકતું નથી. એ તો બિચારો ખાટલા ઉપર પડ્યો પડ્યો કફ-ખાંસી શ્વાસ આદિ રોગોથી દુઃખી થતો રહે છે. કફ આદિ મળીને તે બાહેર ફેંકવાની ઈચ્છા કરે છે તે પણ શારીરિક અશક્તિથી તે તેના કપડા ઉપર જ પડી જાય છે. બાહર મલ ત્યાગની ભાવના હોવા છતાં પણ ઉઠવાની અશક્તિથી ખાટલા ઉપર જ ઝાડે પિશાબ થઈ જાય છે તે તેમાં જ લથ–પથ પડ્યો રહે છે, અને દુઃખી પણ થાય છે. પરંતુ કાંઈ પણ કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં તેને પોતાને પણ પોતાનું શરીર રૂચિકર પ્રતીત થતું નથી. કહ્યું છે– "शिरः श्वेतं दन्तावलिरपि गता स्नायुनिचय; प्रयातः शैथिल्यं पललमपि नैरस्यवलितम् । स्वयं स्वं संनिन्दन लगुडशरणो मन्दकरणो, ___ मनोभावाभिज्ञा किमु जरसि कान्ता न हसति ? ॥ १ ॥ शरीरं सङ्कोचं व्रजति चरणो मन्दगतिको, मुखं लालापन्नं नयनमपि नालोकितुमलम् । न वाक्यं मन्यन्ते परिजनगणाः स्त्री न भजते, जरायां हा! कष्टं तनुजनुरपि द्वेष्टि जनकम्' ॥२॥ इति । અર્થ ખુલે છે. વૃદ્ધાવસ્થામાં તેના સમસ્ત પોતાના જન જેનાથી ઘણું કરવા લાગી જાય છે. આ વિષયમાં એક કથા આપવામાં આવી છે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૫૧
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy