________________
ભાવ પ્રકટ કર્યો છે. “તિ” શબ્દદેત્વર્થમાં છે. તેને અભિપ્રાય એ છે–સંસારના સમસ્ત પ્રાણી ગુણાથી છે, કારણ કે તે અનાદિકાળથી મોહના આવેશથી યુક્ત છે માટે ગુણાથી આત્મા કષાયાદિ મૂળસ્થાનમાં સ્થિત જ છે, શબ્દાદિક પાંચ ઈન્દ્રિએને વિષય જેનું પ્રયોજન છે તે, અથવા શબ્દાદિક વિષયમાં જેને અનુરાગ છે તે ગુણાથી છે. સાંસારિક સમસ્ત પ્રાણ શબ્દાદિક વિષયના પ્રાથી થાય છે, તેના અભાવમાં તેની પ્રાપ્તિ માટે વારંવાર ચેષ્ટા કરતાં જ રહે છે. મળવાથી ફરી તેને નાશ ન થાય તેને પ્રયત્ન કરતા રહે છે. કદાચ પ્રાપ્ત થયેલાઓને નાશ થાય તે તેના અભાવમાં તે અત્યંત શેકાકુળ બને છે, અને માનસિક વાચિક અને કાયિક કષ્ટને ભેગવે છે. સત્ય છે, પ્રમત્ત રાગદ્વેષાવિષ્ટ આત્મા વિષયમાં રાગની
અધિકતાથી જ પ્રવૃત્તિ કરે છે, તથા ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત નહિ થવાથી અથવા પ્રતિકૂળ વસ્તુ મળવાથી તે વિષયમાં દ્વેષ કરે છે. આ પ્રકારે તે આવા વિષયમાં આસક્તિપરિણામથી પ્રવૃત્તિ કરે છે. સંસારી જીના રાગ અને દ્વેષના વિષયભૂત પદાર્થોને સૂત્રકાર સ્પષ્ટ કરે છે અને કહે છે—“માતા જે” ઈત્યાદિ. આ મારી માતા છે, આ મારા પિતા છે. આ પ્રકારે જીવને જે રોગ થાય છે તેનું પ્રધાન કારણ મેહ છે. આ મેહ આ સંસારમાં અનાદિ કાળથી જીવની સાથે લાગે છે. તથા બીજું કારણ બાલ્યાવસ્થામાં તેણે તેનું પાલન કર્યું છે. રાગાવિષ્ટ આ જીવ હમેશાં એ જ વિચારતે રહે છે કે મારા માતા પિતા મારા જીવતાં કેઈ વખત પણ ભૂખ તરસથી દુઃખી ન થાય. આવા ખ્યાલથી તે કૃષિ, વાણિજ્ય, આદિ અનેક આરંભ કરે છે જેનાથી હિંસાદિજન્ય અનેક પાપનો સંચય કરે છે. દુરૂલ્લંઘ સમદ્રને ઓળંગીને એક દ્વીપથી બીજા દ્વીપમાં જઈ વ્યાપાર ધંધા નિમિત્તે બ્રમણ કરે છે. પૈસા કમાવા માટે અનેક અકાય પણ કરે છે. જુવો! રાગનું સામ્રાજ્ય કેવું આશ્ચર્યકારી છે?
આ મારી બહેન છે, એ પ્રકારના રાગનું કારણ એક માતા-પિતાથી ઉત્પન્ન થવું તે. સ્ત્રીમાં રાગનું કારણ, જીવનભર તે પોતાના અનુકૂળ પ્રવૃત્તિ કરે છે. પુત્રમાં રાગનું કારણ તે રાતદિવસ સેવાદિ કાર્યમાં તલ્લીનતા રાખે છે. પુત્રીમાં પણ રાગનું કારણ પિતાથી પેદા થઈ છે માટે. સંપૂર્ણ ઘરને ભાર સંભાળવામાં તથા પુત્રાદિકેની ઉત્પત્તિ દ્વારા પૌત્રાદિસુખને અનુભવ કરાવવાથી પુત્રવધુમાં રાગ પેદા થાય છે. પત્રકલત્રાદિમાં મહામૂઢ બનીને આ જીવ વિચારે છે કે-મારે પુત્ર
ક્યારે થશે, જ્યારે મારી ગેદીમાં તે બેસીને મને સુશોભિત કરશે, કેવી રીતે તે વિદ્યાધ્યયન તેમજ ધનાદિક પ્રાપ્ત કરશે. મારી સ્ત્રી જ્યારે તેણે સુખચેન ભગવતી મને આનંદિત કરશે. ત્યારે મારી પુત્રી દેહિતને જન્મ આપશે, તેણુના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૩