________________
શ્વશુરગૃહમાં ધનની અધિકારિણું થશે કે નહિ? આ પ્રકાર તે મમત્વરૂપી મહાગ્રહ -પિશાચાદિ દ્વારા યુક્ત બનીને રાતદિન તેની જ ચિંતામાં પિતાના ભીતરની અંદર જ જળ રહે છે. ઠીક છે, રાગથી અંધ બનેલ પ્રાણી અસુંદર પણ પરપદાર્થોને સુંદર માને તથા ઉપાદેય-સુંદર પદાર્થોને હેય – અસુંદર માને, આમાં કેઈ અચરજની વાત નથી. સંસારમાં સમ્યજ્ઞાનાદિક આ જીવને ઉપાદેય ધર્મ છે. તેને રાગરૂપી ગ્રહથી અશોભનીક માને છે. તથા જે સ્ત્રી, પુત્ર, ભગિની, ઘર, ક્ષેત્ર આદિ અશોભનીય પરપદાર્થ હોય છે, તેને મેહરૂપી પ્રબળ મદિરાના નશાથી આકુળત બુદ્ધિ થઈ રમણીય–ઉપાદેય માને છે તથા “સવિ-સ્વર-સંગથ-વસુતા છે” સખા–મિત્ર, સ્વજન–માતામહાદિ, સંગ્રન્થ-સ્વજનના સંબંધીજન, સંતૃતવારંવાર દેખવાથી, મળમેળાપથી જેની સાથે પરિચય થયો છે તે, અથવા પૂર્વમાં પરિચિત પિતા, કાકા વિગેરે, પાછળથી પરિચિત સસરા સાળા વિગેરે. આ મિત્ર, સ્વજન, સંગ્રન્થ, સંસ્તુત મારા છે. તેને માટે પણ તે “તેઓ સદા સુખી રહે” આ પ્રકારને વિચાર કરીને રાગથી ગ્રસ્ત થાય છે. પિતાના સંબંધીજનના તથા સંબંધીના સંબંધી તેના સુખની કલ્પના કરવી સંયમીજનને માટે રાગરૂપ હોવાથી બંધનું જ કારણ શાસ્ત્રકારે પ્રકટ કર્યું છે. આ પ્રકારને રાગ મેહની પર્યાય હોવાથી સંયમીજનને માટે સ્વાનુભૂતિમાં બાધક થાય છે માટે તેમાં નિવૃત્તિ જ સર્વશ્રેષ્ઠ છે.
વિવિક્તાપકરણ–ઈત્યાદિ-મનહર અથવા પ્રચુર ઉપકરણરૂપ ઘર, બગીચા હસ્તી, અશ્વ, રથ, આસન, પલંગ વિગેરે વસ્તુઓને વિવિક્ત ઉપકરણ કહે છે.
પરિવર્તન શબ્દનો અર્થ વિનિમય છે. તેજીના સમયમાં હસ્તિ વિગેરે પદાર્થોનું વેચવું અને મદિના સમયમાં તે પૈસાથી હસ્તિ આદિ પદાર્થોનું ખરીદવું તે વિનિમય છે. કેઈઠેકાણે “વિચિત્ર” આવું પાઠાન્તર પણ છે જેને અર્થ એ થાય છે કે ઘરમાં શોભાને માટે કારીગરો દ્વારા આંખ અને મનને લેભાવવાવાળી અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરવો.
પ્રમત્તદશા સમ્પન્ન પ્રાણી એ ગર્વ કરે છે કે–મેં આ ઘરમાં એક હાથીની જગ્યા અનેક હાથિઓને સંગ્રહ કર્યો છે, તથા પહેલાં આ ઘરમાં શોભા માટે કેઈ સુંદર વસ્તુ ન હતી પણ મેં જ હમણાં આ તમામ નેત્ર તથા મનને લેભાવવાળી વસ્તુઓ ભેગી કરી છે.
મેદકાદિક ભક્ષ્ય પદાર્થ ભેજન છે. આચ્છાદન નામ વસ્ત્રનું છે. એકેન્દ્રિયથી નિષ્પન્ન સૂતરાઉ આદિક, વિકેન્દ્રિયોથી પેદા થયેલાં રેશમી વિગેરે, તથા પંચેન્દ્રિયથી બનાવેલાં મારાં રત્નકંબલાદિક પદાર્થોને નાશ ન થઈ જાય, આવા પ્રકારના વિચારેથી તે મોહી જીવ સદા સંતપ્ત રહે છે. પ્રતિકૂળ ભજનના મળવાથી પહેલાં સુંદર ખાધેલાં ભજનની યાદ કરીને વ્યાકુળચિત્ત થાય છે. અને વિચારે છે કેમેં પહેલાં આવું ભજન કેઈ વખત ખાધું નથી. સુંદર મોદકાદિક ભક્ષ્ય પદાર્થો જ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૪