________________
C
સાતનેં સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્ર । /
મુનિ ઇસ મનુષ્યલોકો પરિમિત આયુવાલા જાનકર પ્રશમ ગુણકી વૃદ્ધિ કરકે ક્રોધાદિ કષાયોંકા ત્યાગ કરે ।
પૂર્વોક્ત રીતિથી રાગની નિવૃત્તિ પ્રગટ કરી, હવે દ્વેષની નિવૃત્તિ કહે છે– વિવિધ યોઢું ? ઈત્યાદિ.
આ મનુષ્યલેાકને અવધિ ત–નિયમિત આયુવાળે જાણીને ક્રોધથી ઉત્પન્ન થયેલ વિકારપરિણામથી રહિત થઈ અર્થાત્ પ્રશમગુણસંપન્ન થઈ આત્માને બાળવાવાળા ક્રૂરઅધ્યવસાયસ્વરૂપ આ ક્રોધના, ઉપલક્ષણથી માન માયા અને લેાભના ત્યાગ કર. તાત્પર્ય એ છે કે-જે પ્રકારે રાગભાવ ત્યાજ્ય છે તે પ્રકારે દ્વેષભાવ પણ ત્યાજ્ય છે, માટે જ્યારે કાઇ પણ સચેત-અચેત વસ્તુ ઉપર દ્વેષ થાય છે ત્યારે આત્મામાં ક્રોધ પેદા થાય છે. ક્રોધથી શરીર ધ્રુજવા માંડે છે. શરીરના ધ્રુજવાથી આત્માના પ્રદેશમાં પણ એક પ્રકારની પરિક્ષ્પ દરૂપ ક્રિયા થાય છે જેથી તેવી હાલમાં અધિક શ્વાસ-ઉચ્છ્વાસ ચાલવા લાગે છે, અધિક શ્વાસેાાસાના ચાલવાથી આયુકના અવિભાજ્ય પ્રતિછે—વિભાગને હાસ થાય છે, અને આવી રીતે અકાળે આયુકની સ્થિતિ પૂર્ણ થઇ જાય છે, માટે ભગવાનનું કથન છે કે-કષાયરૂપ ક્રોધ કરતી વખતે પ્રત્યેક આત્મહિતૈષી જીવને વિચાર કરવા જોઈએ કે જેમ ઘડીયાળની ચાવી તેની નીચે ચાલતા લેાલકને વારંવાર અધિક ઘુમાવવાથી અસમયમાં ખાલી થઈ જાય છે, તેમ કષાયાદિ કરવાથી આયુકર્મીની સ્થિતિ પણ અસમયમાં ખલાસ થઈ જાય છે. આયુ કર્મની નિર્જરા તેા થાય છે પણ ખદ્ધ મધેલા આયુમાં ઉત્કષઁણ ( અધિકપણું) નથી હોતું. જેવી રીતે જીવ સાત કર્મને પ્રત્યેક સમય બાંધે છે, અને તેની નિર્જરા કરે છે, તેવી રીતે આયુકને નથી ખાંધતા. જેટલી પણ આયુકની સ્થિતિ બધાએલી છે તે તેટલી જ રહેશે. તેમાં વધારા થઈ શકતા નથી. હાં, બાહ્ય નિમિત્તો લઇને તેમાં અપકર્ષણ ( હાસ ) અવશ્ય થાય છે ! સૂ॰ ૭૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૧