________________
..
|
આઠવાં સૂત્ર / હે મુનિ ! ક્રોધાદિવશ ત્રિકરણ-ત્રિયોગસે પ્રાણાતિપાત કરનેસે જો પ્રાણિયોંકો દુઃખ હોતા હૈ, યા ક્રોધાદિસે પ્રજવલિત મનવાલે જીવકો જો માનસિક દુઃખ હોતા હૈ ઉસકો સમઝો, ઔર ક્રોધજનિત કર્મવિપાકશે ભવિષયત્કાલમેં જો દુઃખ હોતા હૈ ઉસે ભી સમઝો . એસે ક્રોધી વ્યક્તિ ભવિષ્યકાલમેં નરકનિગોદાદિભવ સંબધી દુઃખોંકો ભોગતે હૈ . દુઃખાગમકે ભયસે કાંપતે હુએ જીવોંકો તુમ દયાદષ્ટિસે દેખો I
વળી ભગવાન કહે છે“
ઈત્યાદિ. એ નિશ્ચિત છે કે ક્રોધાદિક કષાયને આધીન થઈ જ્યારે જીવ કરવું, કરાવવું, અને અનુમેદવું, આ ત્રણ કારણેથી, અને મન, વચન, કાયાથી બીજા જીની હિંસા આદિ કરવામાં પ્રવૃત્ત થાય છે ત્યારે આ પ્રાણીને દુઃખ અવશ્ય થાય છે. અથવા-ક્રોધાદિ કષાયથી આત્મા જ્યારે સંતપ્ત થઈ જાય છે ત્યારે તેને માટે માનસિક કષ્ટ અવશ્ય થાય છે. તથા ક્રોધકષાય કરતી વખતે જીવ જે કર્મોને બંધ કરે છે, અને જ્યારે તે તીવ્ર અનુભાગરૂપથી ઉદયમાં આવે છે ત્યારે તેનું ફળ દુઃખરૂપ જ થાય છે. આ ફળની પ્રાપ્તિ જીવને નરકનિગોદાદિ ગતિમાં ત્યાંના અનંત કષ્ટોના ભેગવવારૂપે થાય છે.
આ ઠેકાણે “જા સમુચ્ચય અર્થને પ્રગટ કરે છે, અર્થાત-કોધથી સંતપ્ત આત્મા કેવળ વર્તમાનકાળમાં (આ ભવમાં જ) મનતાપરૂપી દુઃખને ભગવતે નથી, પરંતુ આગામી કાળમાં (પરભવમાં) પણ નરકાદિ ગતિઓમાં તે કોધથી ઉત્પન્ન થયેલાં કર્મના ફળરૂપ દુઃખને અનુભવ કરે છે, માટે કોધાદિકષાયોને છોડીને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવવા સૂત્રકાર કહે છે કે હે ભવ્ય ! દુઃખના ભયથી કંપાયમાન આ ષડૂજીવનિકાયને તું દેખ, અર્થાતુ-પ્રશમભાવથી યુક્ત થઈ દુઃખના ભયથી ત્રાસેલા જીવલેકને સદા તું દયાદષ્ટિથી દેખ.
બંધ ચાર પ્રકારના છે-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. આમાં યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. રંગનું કામ કપડાને રંગવાનું છે પરંતુ હરડાં અને ફટકડીથી જે પ્રકારે તે રંગ વધારે ગાઢે થાય છે તે પ્રકારે કષાયની અલ્પતા અને અધિકતા કર્મોના સ્થિતિબંધ અને અનુભાગબંધની અલ્પતા અને અધિકતામાં કારણ થાય છે, માટે કષાય જો તીવ્ર હશે તે કર્મને સ્થિતિબંધ અને અનુભાગબંધ તીવ્ર થશે. કષાય મધ્યમાંશવાળ હશે તે કમને સ્થિતિબંધ અને અનુભાગબંધ મધ્યમ થશે. બુદ્ધિપૂર્વક પ્રાણાતિપાતાદિ સાવધ વ્યાપાર કરતી વખતે જીવને અનંતાનુબંધી ક્રોધકષાયને તીવ્રતમ અંશ થાય છે, તેવી હાલતમાં જીવને જે તે સમયે કર્મોને બંધ થશે તે તીવ્રતમ સ્થિતિબંધ અને અનુભાગબંધને જ લઈને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૨