________________ પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્ર / એહિક ઔર પાર લૌકિક ઈષ્ટ–અનિષ્ટ શબ્દાદિ વિષયોંમેં વૈરાગ્ય રખે . બીજું પણ સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય કહે છે-“વિહિં” . ઈત્યાદિ. દેખીત પદાર્થોમાં નિર્વેદ-ઈષ્ટ અને અનિષ્ટ શબ્દાદિ નિષોમાં વિરક્તભાવ હોય, સંસારના જેટલા પણ મને અને અમને જ્ઞ પંચેન્દ્રિયોના વિષયભૂત શબ્દ આદિ પદાર્થ છે તેમાં સમ્યગ્દષ્ટિ જીવને વિરક્તભાવ રાખવો જોઈએ, કારણ કે એ બધા પૌગલિક છે. જે કોઈ વખત મનેઝ પ્રતીત થાય છે તે જ કાળાન્તરમાં અમનેશરૂપથી પણ પરિણમિત થતાં દેખવામાં આવે છે. અથવા જે એકની અપેક્ષા મનેઝ છે, તે બીજાની અપેક્ષા અમનેશ થઈ જાય છે. લીંબડે આપણી અપેક્ષાએ મનેઝ છે, પરંતુ ઊંટની અપેક્ષાએ મનેઝ છે. ફલિતાર્થ એ છે કે સંસારને કોઈ પણ પદાર્થ સર્વથા મનોજ્ઞ પણ નથી તેમજ અમનેજ્ઞ પણ નથી. મનની કલ્પનાશક્તિ જ તેને મનોજ્ઞ અને અમનોજ્ઞ પ્રતિફળિત કરાવે છે, માટે તેમાં રાગદ્વેષ કરે તે સમકિતી જીવનું કર્તવ્ય નથી. એ જ પ્રકારે સ્વર્ગાદિક સુખોની ઈચ્છા પણ સમકિતીને માટે એગ્ય નથી. અનુકૂળ શબ્દ સાંભળીને હર્ષિત થવું, અને પ્રતિકૂળ શબ્દ સાંભળીને દુઃખી થવું, સ્વાદિષ્ટ રસાદિક મળવાથી આનંદ માન. અને પ્રતિકૂળ રસાદિકથી વ્યાકુળ થવું, સુગંધિત પદાર્થોના સુંઘવામાં પ્રેમ દેખાડે અને દુર્ગન્ધિત વસ્તુઓ ઉપર અરૂચિ રાખવી, કોમલાદિ સ્પર્શમાં આનંદિત થવું અને કઠણ આદિ સ્પર્શોમાં મોટું બગાડવું; આ બધું સમકિતીને માટે સર્વથા એગ્ય જ છે, સમકિતી તે સમદષ્ટિ હોય છે. આવા પ્રકારની રાગદ્વેષવાળી વિષમદષ્ટિ તેને હોવી જોઈએ નહિ. પ્રતિકૂળ અને અનુકૂળ શબ્દ વિગેરેમાં તેણે ભાવના રાખવી જોઈએ કે આ બધા પર્યાય છે. પર્યાય સદા બદલાતી જ રહે છે, પર્યાય સ્થિરરૂપ નથી, માટે આ અસ્થિર પર્યામાં રાગ કરવાથી અને દ્વેષ રાખવાથી મને શું લાભ થવાનો છે ! સૂટ 5 એ શ્રી આચારાંગ સૂત્ર : 2 292