________________
અર્થની પ્રમાણુતાથી જ વચનમાં પ્રમાણતા આવે છે. જ્યારે પ્રતિપાદ્ય-અર્થરૂપ ધાર્મિક ઉપદેશ વિસંવાદ આદિથી રહિત છે તે પછી તેના પ્રતિપાદક વચનમાં કેમ સત્યતા ન આવે? અવશ્ય જ આવે. આ પ્રકારની દઢ આસ્થા જ તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ છે સૂ૦ ૩ છે
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર 1 / ઉસ સમ્યકજ્વક પ્રાપ્ત કર, ધર્મકો ઉપદેશ – આદિ ઉપાયદ્વારા જાન કર સમ્યકત્વ કો પ્રશમ - સંવેગાદિદ્વારા પ્રકાશિત કરે, સમ્યકત્ત્વકા પરિત્યાગ ન
કરે ..
પૂર્વોક્ત રીતિથી સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રગટ કરીને તેની પ્રાપ્તિ પછી તેમાં સુસ્થિર કરવાને માટે સમ્યગ્દષ્ટિ જીવનું કર્તવ્ય પ્રગટ કરતાં શ્રીસુધર્માસ્વામી કહે છે-“તેં સાફ નિ” ઈત્યાદિ.
જીવ તે સમતિને પ્રાપ્ત કરી ગુરૂ–ઉપદેશ આદિ કેઈ પણ પ્રકારે શ્રત ચારિત્રરૂપ ધર્મને અથવા વસ્તુસ્વભાવને જાણીને તે સમકિતને ઢાંકે નહિ, અને તેને છોડે પણ નહિ. સમકિત મેળવ્યા પછી સમકિતી જીવને શમ, સંવેગ નિર્વેદ અને અનુકમ્મા આદિ જે સમકિતના કાર્ય છે તે પ્રાપ્ત થઈ જાય છે. તેનાથી જ સમકિતનું અસ્તિત્વ જાણવામાં આવે છે. માટે તે કાર્યોને કરવાથી સમકિતને પ્રકાશ થાય છે, અને નહિ કરવાથી તે ઢંકાઈ જાય છે, અને કદાચ મિથ્યાષ્ટિઓની સંગત પણ થઈ જાય અને તેને મિથ્યાત્વની તરફ લઈ જવાનો પ્રયાસ પણ કરે તે પણ તે વખત પિતાની શક્તિને પ્રકાશ કરી સમકિતને ત્યાગ નહિ કર જોઈએ. અથવા જેમ કોઈ જીવ આચાર્યની સમીપ વ્રતને ધારણ કરીને પછી કાળાન્તરમાં તેની નજીક તેને વમન–ત્યાગ કરી ચાલ્યા જાય છે અને ફરી આવીને જેમ તેને ધારણ કરી લે છે તે પ્રકારે આ સમ્યકત્વને વમન -ત્યાગ કરે નહિ જોઈએ, પણ પ્રાપ્ત થયા પછી તેને પ્રયત્નપૂર્વક જાવજીવ– જીવનપર્યન્ત પાળતાં રહેવું જોઈએ. અથવા સમકિતના કાર્યરૂપ શ્રતચારિત્ર ધર્મની જે પ્રકારે અવસ્થિતિ છે તે રૂપમાં તેને જાણીને છોડવું ન જોઈએ સૂત્ર કા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૯૧