________________
કર્મસ્થિતિ ઘટતી ઘટતી એટલી ઓછી રહી જાય છે કે જેના કારણથી એ જીવ પ્રસ્થિદેશ સુધી પહોંચી જાય છે, અર્થાત્ આ કરણના પ્રભાવથી ઉત્કૃષ્ટી કર્મસ્થિતિ ક્ષય થતાં થતાં ગ્રથિરૂપમાં અવશિષ્ટ રહી જાય છે.
(૨) સમ્યક્ત્વના સન્મુખ થયેલ જીવને અનિવૃત્તિકરણ થાય છે. સમ્યકુત્વની પ્રાપ્તિના બે ઉપાય છે-(૧) ગુર્નાદિકને ઉપદેશ, (૨) નિસર્ગ. આ ઠેકાણે માર્ગને દૃષ્ટાન્ત છે, જેમ કેઈ કઈ માર્ગભૂલ્યા મુસાફિર તે માર્ગ પર ચાલતાં બીજાને દેખીને અગર તેને પૂછીને, તથા કઈ કઈ સ્વયં તર્ક વિતર્ક કરીને પિતાના માર્ગની પ્રાપ્તિ કરી લે છે. તેવી રીતે કેઈ કઈ પ્રાણી આચાર્યાદિક ગુરૂઓના ઉપદેશથી અને કેઈ સ્વયં પોતે પિતાના જાતિસ્મરણાદિક સાધનોથી સમ્યકૂવને લાભ કરી લે છે.
(૩) જવરને દાખલે પણ આ ઠેકાણે ઘટિત થાય છે. જેમ કોઈ કોઈ રોગીને જવર ઓષધીના સેવનથી, અને કઈ કઈને ઓષધિ વિના લંઘનાદિક કરવાથી શાંત થઈ જાય છે, તે પ્રમાણે કઈ કઈ જીવને મિથ્યાત્વ ગુર્નાદિકના ઉપદેશથી, અને કેઈ કેઈને પિતાની મેળે તેની પર્યાલચનાથી નષ્ટ થઈ જાય છે.
(૪-૫) તીવ્ર વિશુદ્ધ પરિણામવાળા જીવને અપૂર્વકરણના પ્રભાવથી સર્વ પ્રથમ લાપશમિક–સમ્યકત્વ થાય છે. અપૂર્વકરણના પ્રભાવથી જ જીવ મિથ્યાત્વના ત્રણ ભાગ કરે છે–(૧) મિથ્યાત્વ, (૨) સમ્યુગ્મિથ્યાત્વ, (૩) સમ્યક્ત્વ. આ ઠેકાણે વસ્ત્ર અને જળ, આ બે દષ્ટાન્ત ઘટિત થાય છે. જેમ કેઈ વસ્ત્ર અથવા જળ અત્યન્ત મલિન છે, અને કેઈ એનાથી ઓછું મલિન, અને કઈ કઈ બિસ્કુલ સાફ-નિર્મળ હોય છે, તેમજ જીવ અપૂર્વકરણના પ્રભાવથી મિ
થ્યાત્વના પણ ત્રણ ભાગ કરી નાંખે છે. તેમાં કઈ ભાગ બિલકુલ મલિન અને કઈ ભાગ છેડો મલિન, કેઈ ભાગ તદ્દન સાફ-શુદ્ધ હોય છે. તદ્દન મલિન ભાગનું નામ મિથ્યાત્વ, થોડા ઓછા મલિન ભાગનું નામ સભ્યમ્મિથ્યાત્વ, અને સર્વથા શુદ્ધ ભાગનું નામ સમ્યક્ત્વ છે.
(૬) અભવ્ય જીવ કેવીરીતે યથાપ્રવૃત્તિકરણ કરે છે? અને કેવી રીતે પછી ત્યાંથી પતિત થઈ જાય છે? તથા ભવ્ય જીવ ગ્રન્થિનું ભેદન કરીને કેવી રીતે એનાથી આગળ વધી જાય છે ? આવી શંકાને દૂર કરવાને માટે પીપીલિકા એ (કિડીઓ)ના દષ્ટાન્નની સાર્થકતા છે. જેમ કેટલીક પિપીલિકાઓ (કીડિઓ) એમજ પિતાના દરથી બહાર નિકળીને અહીંતહીં ફરવા લાગે છે, અને તેમાંથી કેટલીક કીડિઓ વૃક્ષાદિકની ઉપર ચઢી જાય છે. બાદમાં તેઓમાંથી પાંખરહિત કેટલીક કીડિઓ ત્યાં જ રહી જાય છે, અને કેટલીક કીડિઓ ત્યાંથી ઉતરી આવે છે, તથા કેટલીક કીડિઓ-કે જેઓ પખસહિત હોય છે તેઓ ત્યાંથી ઉડી જાય છે. જેમ કીડિઓનું અહીંતહીં ફરવું યથાપ્રવૃત્તિકરણથી થાય છે, વૃક્ષાદિની ઉપર તેઓનું ચઢવું અપૂર્વકરણથી થાય છે, અને ત્યાંથી તેઓનું ઉડવું અનિવૃત્તિકરણથી થાય છે, તે જ પ્રમાણે જીવનું ગથિદેશ સુધી જવું તે યથાપ્રવૃત્તિકરણ દ્વારા થાય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૫