________________
છે. પ્રથિનું ભેદન કરવું, તે અપૂર્વકરણદ્વારા થાય છે, અને સમકિતની પ્રાપ્તિ કરવી તે અનિવૃત્તિકરણ દ્વારા થાય છે. પાંખરહિત કીડિઓ જેમ વૃક્ષાદિની ઉપર ચઢીને ઉતરે છે. તે પ્રમાણે અધ્યવસાયની મંદતાથી જીવ પણ તીવ્ર વિશુદ્ધસંપન્ન પરિણામના અભાવે અપૂર્વકરણ દ્વારા ગ્રન્થિભેદ કરવામાં તૈયાર હોવા છતાં પણ તીવ્રરાગદ્વેષપરિણામના ઉદયથી ત્યાં જ રોકાઈ જાય છે અને પછી ત્યાંથી ફરી આવે છે અને આગળ વધી શકતાં નથી.
(૭) એ જ ઠેકાણે પુરૂષને દષ્ટાત પણ લાગુ પડે છે. જેમ-સાયંકાળની વખત વિકટ માર્ગથી જતાં ત્રણ મનુષ્ય ભયથી દુખી હતા, અને પોતાના સ્થાનની તરફ ઘણું જ શીવ્રતાથી આગળ વધી રહ્યા હતા. તેમાં એકની પાસે તલવાર હતી. આ વખતે તલવારવાળા બે ચેર જે તેમની પછવાડે પડ્યાં હતાં તે એમની સામે આવી બોલ્યાં –તમે લેક ક્યાં જાઓ છે? તમારી પાસે જે હોય તે અમને આપી દ્યો, નહિ તે તમારે મોત આ વખતે નજીક છે આ સાંભળતાં જ તેમાંથી એક પુરૂષ તે પહેલેથી જ ક્યાંક ભાગી ગયે, બીજે તેમની વાત સાંભળી અને તલવાર દેખીને ચુપચાપ ઉભો રહ્યો, ત્રીજે જે ઘણે સાહસિક હતે તેણે પિતાની તલવાર કાઢીને સામે થઈ ગયે અને તેમને ભગાડીને આગળ વધી ગયા.
આ ઠેકાણે ત્રણેનું જવું તે યથાપ્રવૃત્તિકરણનું, તથા આમાંથી બીજાનું ભયભીત થઈ ત્યાં રોકાઈ જવું તે અપૂર્વકરણનું, અને ત્રીજાનું ચોરેને હરાવીને આગળ વધવું તે અનિવૃત્તિકરણનું સ્થાનાપન્ન સમજવું જોઈએ. જે ભાગવું તે પતનનું સ્થાનાપન્ન છે.
(૮) અપૂર્વકરણ પરિણામ દ્વારા આ જીવ જે મિથ્યાત્વના ત્રણ ખંડ કરે છે ત્યાં કોદ્રવને દૃષ્ટાન્ત લાગૂ પડે છે. આ દૃષ્ટાન્તને સમન્વય પહેલાં જ કરવામાં આવ્યો છે.
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા.
અહંત પ્રભુદ્વારા પ્રતિપાદિત ધર્મ જ શ્રદ્ધા કરવાગ્ય છે” આ વાતને પ્રતિબંધ કરવાને માટે શ્રી મુધર્માસ્વામી કહે છે-“તે મિ” ઈત્યાદિ.
હે જગ્ગ! તીર્થકરેએ તેમ જ ગણધરાદિકોએ પિતા પોતાના શિષ્યને માટે જે સમ્યક્ત્વને ઉપદેશ આપે છે તે સમ્યક્ત્વનું હું પણ વ્યાખ્યાન કરું છું. અથવા ભગવાન શ્રી વર્ધમાન તીર્થંકર પાસે તેમના વચનથી જે સાંભળ્યું છે તે હું કહું છું પણ મારી તરફથી કાંઈ પણ કહેતું નથી.
७४
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૬