________________
કહેવાવામાં આવે છે. મિથ્યાત્વપ્રકૃતિ એ સર્વઘાતિ પ્રકૃતિ છે. એમાં ઘણે ભાગ સર્વઘાતિ રસ છે અને શેષ એક ભાગ દેશદ્યાતિ રસ છે. કર્મોમાં મંદ, તીવ્ર, તીવ્ર તર અને તીવ્રતમ, આ પ્રકારની ચાર શક્તિરૂપ રસ રહે છે. એનાથી આ મિથ્યાત્વ કર્મમાં તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ, એ ત્રણ શક્તિઓ–જેને સર્વ ઘાતિ રસ કહેવામાં આવે છે–રહે છે. જે કોઈ ભવ્ય જીવ પિતાના વિશુદ્ધ પરિ. ણામના બળથી એમાંથી આ ત્રણ શક્તિરૂપ સર્વઘાતિ રસને ક્ષય કરી દે છે તે તેમાં સ્વભાવતઃ એક સ્થાનક રસને જ સદ્દભાવ રહે છે. આ પરિસ્થિતિમાં મિથ્યાત્વમોહનીયનું નામાન્તર જ સમ્યકૃત્વમેહનીય થઈ જાય છે. શુદ્ધ હોવાથી તે કર્મ જે કે તત્વરૂચિરૂપ સમ્યક્ત્વનું પ્રતિરોધક નથી થતું તે પણ એના સદ્ભાવમાં એક તે આત્મસ્વભાવરૂપ પથમિકસમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રાદુર્ભાવ નથી થતું, બીજું એના અસ્તિત્વમાં સૂક્ષમ તત્ત્વોની ગવેષણ કરતી સમય શંકાઓની પણ ઉત્પતિ થઈ જાય છે, જેથી સમ્યક્ત્વમાં મલિનતા આવી જાય છે. આ દોષના કારણથી આ કર્મની “સમ્યકત્વમેહનીય ” એ સંજ્ઞા પડી છે.
મિશ્રમોહનીયા
મિશ્રમેહનીય– જે કેદ્રને કઈ કઈ અંશ સતુષ છે અને કઈ કઈ અંશ નિસ્તુષ છે, એ કેદ્રની સાથે મિશ્રમેહનીયના પુદ્ગલેની સમાનતા સમજવી જોઈએ. આ કર્મના ઉદયથી નથી તત્વચિરૂપ સમ્યકૃત્વ ઉત્પન્ન થતું અને નથી અતત્ત્વચિ રૂપ મિથ્યાત્વજ. આ કર્મના પુદ્ગલોમાં સર્વઘાતિ રસને બીજે (તીવ્રતર) અંશ છે.
મિથ્યાત્વમોહનીયા
મિથ્યાત્વમોહનીયસતુષ કેન્દ્રના સ્થાનાપન્ન મિથ્યાત્વમોહનીયના પુદ્ગલે છે. આ કર્મના ઉદયથી જીવ અહિતકારી પદાર્થોને હિતકારી, અને હિતકારી પદાર્થોને અહિતકારી માનતો રહે છે. આ કર્મના પગલેમાં ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક, અને દ્વિસ્થાનક રસ રહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૩