________________
સમ્યકજ્વમોહનીયકા સ્વરૂપમાં
સમ્યક્ત્વ મોહનીયનું સ્વરૂપ આ પ્રકારે છે
સમ્યકત્વમોહનીયનું સ્વરૂપ—જે કર્મના પ્રભાવથી જીવાદિક નવ તમાં જીવને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેનું નામ સમ્યક્ત્વમોહનીય છે. જેવી રીતે ચશ્મા નેગેના પ્રતિબંધક હોવા છતાં પણ પદાર્થોના દેખવામાં દષ્ટિને વિઘાત નથી કરતાં તેમ આ સમ્યકૃત્વમોહનીય કર્મ જે કે મિથ્યાત્વને અંશ હોવાથી આવરણુસ્વરૂપ છે તે પણ તેના શેધિત અંશ હોવાથી વિશુદ્ધ છે, તેથી તે તત્ત્વશ્રદ્ધાનને વિઘાતક નથી થતું. જીવને નવતમાં શ્રદ્ધા આ સમ્યકત્વ–મોહનીય દ્વારા ઉત્પન્ન થાય છે, જો કે આ મિથ્યાત્વને જ અંશ છે તે પણ શ્રદ્ધાને વિઘાતક નથી. કારણ કે અપૂર્વકરણરૂપ પરિણામ આમાંથી શ્રદ્ધાવિઘાતક અંશોને જેનું બીજું નામ મિથ્યાત્વ-સ્વભાવ છે તેને દૂર કરે છે. આ શેધિત મિથ્યાત્વપુદ્ગલપુંજ છે. આ જ શેધિત મિથ્યાત્વપુદ્ગલપુંજ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ જીવના પરિણામનો અનાવારક હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે.
જેમ સતુષ (તુષયુક્ત) કોદ્રવ (અન્નવિશેષ) ખાવાથી માદકતા ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તે જ કેદ્રવ નિખુષ કરી દેવામાં આવે છે અને તક (છાસ) વિગેરે દ્વારા તેને માદક અંશ દૂર કરવામાં આવે છે ત્યારે તેમાંથી માદક શક્તિને અભાવ થઈ જાય છે, અને ખાવાથી ફરી તે માદકતા પેદા કરતું નથી. ઠીક આ પ્રકારે આ મિથ્યાત્વમોહનીય જ્યાં સુધી અશોધિત અવસ્થામાં રહે છે
ત્યાં સુધી જીવને હિતાહિતવિવેકથી શૂન્ય કરતું રહે છે, કારણ કે આમાં દ્વિસ્થાનથી લઈને ચારસ્થાનવાળા સર્વઘાતી રસ રહે છે, પરંતુ જ્યારે જ તેમાંથી સર્વઘાતી રસને ક્ષય થઈ જાય છે. ત્યારે જ શુદ્ધ અવસ્થાવાળા પુંજ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૮૨