________________
થતાં નથી, સમ્યકૃત્વ વિના જ્ઞાન અને ચારિત્ર નિષ્ફળ છે, એની સફળતાનું મૂળ કારણ જો કાઇ હોય તેા તે એકસમ્યક્ત્વ જ છે. સમ્યક્ત્વી જીવને જ જ્ઞાન તપ ચારિત્ર સફળ થાય છે. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ શ્રાવકનુ દેશચારિત્ર પણ સમ્યક્ત્વના સદ્ભાવમાં જ સફળ મનાય છે, તેથી સમ્યક્ત્વ જ મોક્ષનું કારણ છે.
શકા—સમ્યક્ત્વ તે આત્માનુ એક પિરણામ છે, તેનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય ? શકાકારને અભિપ્રાય આ ઠેકાણે આ પ્રકારના છે કે જ્યારે સમ્યક્ત્વ આત્માનુ એક પરિણામ છે તે તે પણ અમૂત્ત થશે. અર્થાત્ જે પ્રકારે આત્મા અમૂર્ત છે તે પ્રકારે તે સમ્યક્ત્વ પણ અમૃત્ત થશે, પછી તેના આસ્તિત્વના ખોધ કેવી રીતે થાય ? આ શ ́કાનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ કહે છે કેવાત ઠીક છે; પરંતુ તેના કાર્યોથી તેના અસ્તિત્વનુ ભાન થાય છે. શમ, સંવેગ નિવેદ, અનુકમ્પા, આસ્તિકય, સાધુઓની સમાચારીરૂપ પ્રવૃત્તિ આદિ, અને સા માયિક પોષધ, પ્રતિક્રમણ, ત્યાગ, પ્રત્યાખ્યાન આદિ જે ખાહ્ય પ્રશસ્ત વ્યાપાર છે તે જ તેના કાર્યા છે, તેનાથી જ તેના અસ્તિત્વના ખોધ થાય છે.
(૧) રામ—શમરૂપ સમ્યક્ત્વના પરિણામવાળો જીવ કેાઈ વખત પોતાથી પ્રતિકૂળ આચરણ કરવાવાળા ઉપર પણ ક્રાધ કરતા નથી. અર્થાત્ કષાયાના શમનરૂપ આ પિરણામ છે, અથવા કષાયાના શમનજ શમ છે.
(૨) સંવે−૮ સંસારાદ્નીહતા સઁવેશ: ' સંસારથી ભયભીત થવું તે સવેગ છે. આ પરિણામવાળા જીવ ચક્રવર્તી અને ઇંદ્રોના વૈયિક સુખોને પણ પોતાની ષ્ટિથી દુઃખરૂપ જ માને છે. કારણ કે તે એના સુખ, કર્મ (સાતાવેદનીય )ના ઉદયાધીન હોવાથી સાંતનાશવાન છે, એ આત્મિકસ્વભાવથી જ પ્રતિકૂળ છે, અને મોક્ષ તો એનાથી વિપરીત સ્વભાવવાળો છે. એથી એનાથી અતિરિક્ત બીજો કોઈ પણ સાંસારિક પદાર્થ એની ષ્ટિના મોહક નથી બની શકતા, તેથી મેાક્ષના અતિરિકત કાઈ પણ પદાર્થની પ્રાપ્તિની વાંછના અને રહેતી નથી, મેાક્ષ એથી વિપરીત સ્વભાવવાળા છે એના તાત્પર્ય એ છે કે તે કર્મના ઉદયને આધીન નથી પણ આત્માના નિજસ્વભાવ છે. એક વાર જે જીવને મેક્ષની પ્રાપ્તિ થઈ ગઈ તા પછી એને આ સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. અને જીવને ત્યાં નિરતિશય અનંત આનંદની પ્રાપ્તિ થાય છે, તેથી તે મેક્ષ પોતે અપૂર્વ અને ત આનના ધામ છે. સંવેગપરિણામવાળા જીવ આવા પ્રકારના મેક્ષ-સુખનીજ અભિલાષા કરે છે.
(૩) નિવૃદ્——નિવે ઢગુણવાળા જીવ‘ નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ભવમાં સર્વત્ર દુ:ખનું સામ્રાજ્ય જ પથરાયેલું છે, એથી સમસ્ત આ જગત દુઃખનું એક ભાજન છે' એવું સમજીને તેને નિઃસાર-સારરહિત માને છે. મમતારૂપી ઝેરથી તે દૂર જ રહે છે.
(૪) અનુપા—દુ:ખી જીવા ઉપર દયા કરવી તેનુ નામ અનુકપા છે. આ ગુણવાળા જીવ સંસારના સમસ્ત પ્રાણિવને અનેક શારીરિક માનસિક કષ્ટોથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२७३