________________
મોહનીયાદિ કર્મીની જેટલી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે જ્યારે અન્તઃ કોટાકોટી સાગર પ્રમાણ રહી જાય છે ત્યારે જ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરવાને યાગ્ય થાય છે. જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦) સિત્તેર કાડાાડી સાગર પ્રમાણ છે. આ સ્થિતિના યથાપ્રવૃત્તિકરણ પરિણામથી જીવ ક્ષય કરીને જ્યારે પલ્યના અસંખ્યાતમાં ભાગ ન્યૂન કાડકાડી સાગરની કરે છે ત્યારે રાગદ્વેષરૂપી પ્રખલ ગ્રન્થિના ભેદથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, આયુકને છેડીને આ જ પ્રકારે શેષ કર્મીની સ્થિતિ પણ અન્તઃકાટાકાટીસાગરપ્રમાણ રહેવી જોઇએ. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અને જઘન્ય સ્થિતિમાં સમ્યક્ત્વની ઉત્પત્તિ જીવને નથી થતી, એ નિયમ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ આયુકને છોડીને શેષ માહનીયાદિ (૭) સાત કર્માની એક કાડાકાડ સાગરની સ્થિતિ રહેવાથી જ થાય છે. ત્યાર બાદ અવશિષ્ટ ક`સ્થિતિ જ્યારે ક્લ્યાપમપૃથક્પ્રમાણ ક્ષીણ થઈ જાય છે તે વખતે જીવ, ભાવની અપેક્ષા અણુવ્રતરૂપ ચારિત્રની પ્રાપ્તિ કરે છે. આ પ્રકારે કસ્થિતિમાં એટલું જ્યારે પરિવર્તન થાય છે ત્યારે ભાવથી વ્રતપ્રાપ્તિ થાય છે. એથી એ સાબિત થાય છે કે ‘સમ્યગ્દર્શનના થવાથી જીવ, ભાવથી વ્રત– ચારિત્ર પ્રાપ્ત કરી જ લે છે’ એ નિયમ નથી, દીઘ તર-ઉત્કૃષ્ટ કર્યાં સ્થિતિમાં દ્રવ્યથીજ ( ભાવશૂન્ય ) અણુવ્રત મહાવ્રતરૂપ ચારિત્ર પ્રાપ્ત કરે છે, જેનું ફળ ક ક્ષય નથી. દ્રવ્યચારિત્રના અભિપ્રાય ભાવશૂન્ય ચારિત્ર છે. આ ચારિત્ર સમ્યગ્દર્શનમૂલક નથી થતું. ભાવચારિત્ર જ સમ્યગ્દર્શનમૂલક થાય છે. કહ્યુ' પણ છે: सव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ ।
"(
भणिओ जिणेहि सो न य, लिंगं मोत्तुं जओ भणियं ॥ १ ॥ जे दंसणवावण्णा लिंगग्गहणं करिंति सामन्ने ।
सिपि य उववाओ उक्कोसो जाव गेविज्जा " ॥ २ ॥ इति । આ બધા પૂર્વોક્ત કથનના સાર એ છે કે જેટલી ક સ્થિતિના રહેવાથી સમ્યક્ત્વના લાભ થાય છે, આ સ્થિતિમાંથી ઓછામાં એછું પલ્યોપમ પૃથક્ ( એ થી માંડી ૯ પલ્ય સુધી ) પ્રમાણ સ્થિતિ વીોલ્લાસથી પિત થઈ જાય ત્યારે દેશિવતિને લાભ થાય છે. દેશવિરતિ-શ્રાવકચારિત્ર પાંચમા ગુણસ્થાનની પ્રાપ્તિની પછી સખ્યાતસાગરપ્રમાણ સ્થિતિને ક્ષય થવાથી સર્વવિરતિમુનિત્રત-છટ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ સંખ્યાતસાગરપ્રમાણ સ્થિતિના વ્યતીત થઈ જવાથી ઉપશમશ્રેણિ, અને પછી સખ્યાતસાગરપ્રમાણ સ્થિતિને ક્ષય થવાથી ક્ષષકશ્રેણીના લાભ થાય છે. વળી એ જ ભવથી તેને મુક્તિની પ્રાપ્તિ થઇ જાય છે. દેશવિરતિ આદિ ચારિત્રના લાભ તે જ જીવને થાય છે કે જેણે પોતાના સમ્યક્ત્વની વિરાધના દેવ મનુષ્ય ભવામાં રહીને નથી કરી, અર્થાત્ દેવપર્યાયમાં અગર મનુષ્યપર્યાયમાં જેને સમ્યક્ત્વની વિરાધના થઈ ગઈ છે એ જીવને દેશવિરતિ આદિ ચારિત્રના લાભ નથી થતા. તે સમ્યક્ત્વ અનંત આનંદરૂપ અનુપમ મોક્ષસુખનું કારણ છે, જેમ કહ્યું છે:
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૦૧