________________
સમ્યગ્દર્શન અને શ્રુતશ્રવણેાદિકોમાં પરસ્પર 'કાર્યકારણુ સબંધ સુધિત થઇ જાય છે. અથવા-સમ્યગ્દર્શન અને શ્રુતશ્રવણુચ્છાદિકોમાં જે કાર્ય કારણભાવ સબંધ કહેવામાં આવ્યે છે તે શ્રાવક અવસ્થામાં બનવાવાળા સમ્યગ્દર્શનની અપેક્ષાથી સમજી લેવું જોઈ એ. શ્રાવક-અવસ્થામાં વિદ્યમાન સમ્યક્ત્વ શ્રુતશ્રવ@ાદિકોના ઉત્પાદક ત્યાં અવશ્ય થાય છે.
સદ્ભાવનાપૂર્વક વ્રતાદિકોનું અંગીકાર કરવું તે પણ સમ્યક્ત્વનું ફળ છે. અહીંઆ ટીકામાં જે “અવિ” શબ્દ આપ્યા છે એના અભિપ્રાય એ છે કે સમ્યકૂના થવાથી વ્રતાદિકોનું આચરણ કેઈ વખત થાય પણ છે અને કોઈ વખત નથી પણ થતું. એ નિયમ નથી કે સમ્યકૃત્વના થવાથી વ્રતાર્દિક અનુઠાનાના સદ્ભાવ જીવાને થાય જ. કદાચ રાગદ્વેષની પ્રખલ ગ્રન્થિના ભેદ્યથી જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, અને સમ્યક્ત્વી જીવ વ્રતાદિક અનુષ્ઠાનોનું અંગી કાર કરવું શ્રેયસ્કર માને છે, પરન્તુ જેટલી કર્મની સ્થિતિ રહેવાથી સમ્યક્ત્વનો લાભ થાય છે તેટલી સ્થિતિમાં વ્રતનુ અંગીકાર કરવું સ ંભવિત નથી. સભ્ય ત્વની પ્રાપ્તિ થવી એક વાત છે અને ચારિત્રની પ્રાપ્તિ થવી એનાથી ભિન્ન વાત છે. સમ્યક્ત્વની ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વના ( દનમોહનીયાદિના ) ક્ષયાપ્રશમાદિક છે. ચારિત્રની ઉત્પત્તિનું કારણ ચારિત્રમોહનીય કર્મના ક્ષાપશમ છે. આ ક્ષયાપશમ, સમ્યક્ત્વની પ્રાપ્તિના કારણની અપેક્ષાએ વ્રત અંગીકાર કરવામાં અધિકતર રૂપથી કારણ માનવામાં આવે છે. સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય તે પણ જો ચારિત્રમાહનીય કર્મના ક્ષયાપશમ નહિ થયા હોય તે ચારિત્રની પ્રાપ્તિ જીવને નથી થતી. સમ્યક્ત્વના થવાથી જ ચારિત્રમેાહનીય ક`ના ક્ષયપશમ નથી થતા; પણ સમ્યકૃત્વના થવાથી જ્યારે જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિ પાતપેાતાની સ્થિતિમાંથી એથી માંડીને નવ પલ્ય સુધી ઘટી જાય છે ત્યારે જીવ, ભાવની અપેક્ષા ત્રતાને અંગીકાર કરે છે, એના ક્રમ આ પ્રકારે છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२७०