________________
માનવું ઉપયુકત પ્રતીત થાય છે. નિષ્કર્ષ એ છે કે શ્રતશ્રવણેચછાદિકોને સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રનું જ ફળ માનવું જોઈએ, સમ્યક્ત્વનું નહિ.
સમાધાન–કાકારની શંકા ઠીક નહિ, કારણ કે જે વખતે મિથ્યાત્વને ક્ષપશમ થાય છે તે વખતે જ્ઞાનાવરણીય અને અનંતાનુબંધિકષાયરૂપ ચારિત્ર મોહનીયાદિક કમને પણ ક્ષય થાય છે.
એ ધ્યેયને લઈને જ સમ્યક્ત્વના થવાથી શ્રતશ્રવણેચ્છાદિક થાય છે...એવું કહેવામાં આવ્યું છે. જેવી રીતે કેવળજ્ઞાન કેવળ જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યાં સુધી ચારિત્રમેહનીય કર્મના અંશ–ભેદ-સ્વરૂપ કષાનો ક્ષય નથી થતો ત્યાં સુધી કેવળજ્ઞાનની ઉત્પત્તિ નથી થતી, માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિ એને ક્ષય થવાથી જ થાય છે. એવી જ રીતે સમ્યક્ત્વ પણ યદ્યપિ મિથ્યાત્વના ક્ષપશમથી જ થાય છે, પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધિકષાયરૂપ ચારિત્ર મેહનીયને ઉદય બન્યું રહે છે ત્યાં સુધી તે પ્રાપ્ત થતું નથી.
વિશેષાર્થકારણ બે પ્રકારે થયા કરે છે એક સંનિકટ-કારણું, બીજું વ્યવહિત-કારણ. સંનિકટ-કારણને મુખ્ય કારણ અને વ્યવહિત કારણને ગૌણ કારણ પણ કહે છે. પ્રકૃતમાં શ્રાવણે છાદિકોનું મુખ્ય કારણ સમ્યગદર્શન છે, કારણ કે સમ્યગ્દર્શન વિના તેને સદ્દભાવ નથી થતો. સમ્યગ્દર્શનના થવાથી તે થાય છે, તેથી તે સમ્યગ્દર્શનના ફળરૂપથી કહેવામાં આવે છે. “એક કાર્યના અનેક કારણો પણ થાય છે પરંતુ જે મુખ્ય થાય છે તે જ પ્રધાન માનવામાં આવે છે” આ નીતિ-અનુસાર ભલે શ્રુતશ્રવણે છાદિકોનું કારણ જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ પણ હોય, પરંતુ એ બધા વ્યવહિત કારણ છે. દષ્ટાન્તને માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિનું મુખ્ય કારણ કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય જ છે, પરંતુ
જ્યાં સુધી મેહનીય કર્મને ક્ષય નથી થતું ત્યાં સુધી કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય નથી થતું.
“खीणमोहस्स अरहओ तओ कम्मंसा जुगवं खिज्जति, तं जहा-नाणाવાણિ, હંસળવળિ૪ અંતરા (થા. ચા. રૂ ૩ ૪ )
આ વાત આ સૂત્રથી પ્રગટ કરી છે. એ પ્રકારે સમ્યગદર્શન પણ મિથ્યાત્વના ક્ષપશમથી થાય છે, પરંતુ જ્યાં સુધી અનંતાનુબંધી કષાયન ક્ષેપશમ નથી થતું ત્યાં સુધી મિથ્યાત્વને ક્ષપશમ નથી થતો.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૭