________________
કારણ મિથ્યાત્વ છે. સમ્યક્ત્વી જીવને એને અભાવ છે
સમ્યક્ત્વના હોવાથી શ્રતશ્રવણની અભિલાષા, શ્રતધર્મ પ્રતિ અનુરાગ અને ચારિત્રધર્મ પ્રતિ અનુરાગ એમજ ચતુર્વિધ સંઘની વૈયાવૃત્તિ કરવાનો નિયમ જીવને જાગૃત થાય છે. એમાં આગળ૨ ના પ્રતિ પૂર્વર માં કારણુતા છે. અર્થાત્ મૃતધર્મને અનુરાગ જીવને ત્યારે જ જાગૃત થાય છે, જ્યારે એના અંતરંગમાં શ્રતશ્રવણની ઈચ્છા થાય છે. શ્રુતશ્રવણેચ્છા વિના શ્રતમાં અનુરાગ થઈ જ શકતે નથી. જ્યારે સગુણોમાં અનુરાગ છે તે એ મૃતભક્તિરૂપ કાર્ય શ્રતશ્રવણ વિના નથી થતું. શ્રતશ્રવણ પણ વગર ઈચ્છાએ સંભવિત નથી. શ્રતધર્મના અનુરાગની પ્રતિ કૃતશ્રવણની ઈચ્છા કારણ છે. ચારિત્રધર્મના પ્રતિઅનુરાગ પણ જીવને ત્યારે જ થશે જ્યારે એના અંતરંગમાં શ્રતધર્મને અનુરાગ હોય. કૃતાનુરાગને અભિપ્રાય એ છે કે શાસ્ત્રપ્રતિપાદિત માર્ગ પર દઢ આસ્થાવાળા જીવ જ ચારિત્રધર્મનું સ્વયં આરાધન કરવાવાળા, અથવા એના ધારક મુનિની પ્રતિ અનુરાગી બને છે, અનાસ્થાવાળા નહિ, માટે ચારિત્ર ધર્મના અનુરાગનું કારણ શ્રતાનુરાગ જ છે. ચારિત્રધર્મમાં જ્યાં સુધી અનુરાગ નહિ થાય ત્યાં સુધી એ જીવ કોઈ પ્રકારે પણ ચતુર્વિધ સંઘની સેવા કરવાને નિય. મકર્તા નથી થતો. માટે એની સેવા કરવારૂપ નિયમની પ્રતિ ચારિત્રધર્મને અનુરાગ જ કારણ રૂપ થાય છે.
શંકામાન્યું કે અસદુગ્રહ મિથ્યાત્વોદયજન્ય હેવાથી મિથ્યાત્વના ક્ષપશમથી એ અસહ અભાવ થઈ જાય છે. પરંતુ શ્રતશ્રવણે અચ્છા વિગેરે જે જ્ઞાન અને ચારિત્રના અંશરૂપ છે એને સમ્યક્ત્વનું ફળ કેવી રીતે માનવામાં આવે? કારણ કે એના રોધક જ્ઞાનાવરણીય ચારિત્રમોહનીય અને વીર્યાન્તરાય કર્મ છે. એના ક્ષપશમથી એને પ્રાદુર્ભાવ થાય છે. માટે શ્રતશ્રવણેછા વિગેરેને સમ્યક્ત્વનું ફળ ન માનીને જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષાપશમનું જ ફળ માનવું જોઈએ.
વિશેષાર્થશંકાકારને એ અભિપ્રાય છે કે –શ્રુતશ્રવણેચ્છા મિથ્યાત્વના ક્ષપશમાદિથી નથી થતી મિતુ તે શ્રુત જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી જ થાય છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનાવરણીય કર્મને એક ભેદ છે. ચારિત્રધર્મની પ્રતિ જીવને અનુરાગ પણ ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમાધીન છે. માટે એને સભ્યત્વનું ફળ ન માનીને ચારિત્રમેહનીયના ક્ષાપશમનું જ ફળ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૬