________________
સમ્યકજ્વકા અન્તરકાલ !
(૩) સમ્યક્ત્વનો અંતરકાલ ઔપશમિક, સાસ્વાદન અને ક્ષાપશમિક સમ્યક્ત્વ, એ પ્રત્યેકના વિરહકાલ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈ ઓછું અર્ધ પગલપરાવર્તનકાળ પ્રમાણ છે. વેદક સમ્યકૃત્વમાં વિરહકાળ સંભવિત નથી, કારણ કે આ સમ્યક્ત્વની પછી નિયમથી ક્ષાયિક–સમ્યક્ત્વને લાભ જીવને થઈ જાય છે. ક્ષાયિક સમ્યકૃત્વમાં અંતરકાલ નથી, કારણ કે એને સદ્ભાવ થવાથી જીવને મુક્તિને લાભ થઈ જાય છે, તેથી આ સમ્યકત્વ સાદિ અને અનંત છે. એક વાર સમ્યક્ત્વ થઈને પછી જ્યારે તે છુટી જાય છે ત્યારે ફરીથી તેની પ્રાપ્તિ થવામાં એટલે સમય લાગે છે તેનું નામ વિરહકાળ છે. વેદક–સમ્યક્ત્વમાં વિરહકાળને અભાવ છે; કારણ કે વેદક–સમ્યકત્વ થયાં પછી ક્ષાયિક-સમ્યક્ત્વ થાય છે, વેદક–સમ્યકૃત્વ નહિ. વેદક–સમ્યક્ત્વના છુટ્યા પછી જે વેદક–સમ્યક્ત્વની ફરીથી પ્રાપ્તિ થતી હોત તે વિરહકાળ ત્યાં સંભવિત થાત. એ પ્રકારે ક્ષાયિક સમ્યક્ત્વ થયા પછી જીવ પોતાની સ્થિતિને પૂર્ણ કરીને મુક્તિસ્થાનને સ્વામી બની જાય છે. તેથી એક વાર ક્ષાયિક-સમ્યકત્વ થતાં તે જ જીવને પછીથી ક્ષાયિક-સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી પડતી નથી, માટે આ ઠેકાણે પણ વિરહમાળ સંભવિત નથી.
સમ્યકત્વકા ફલ |
(૮) સમ્યક્ત્વનું ફલ સમ્યક્ત્વ થવાથી જીવ કદાગ્રહ સંપન્ન થતું નથી, એની દષ્ટિ–શ્રદ્ધા આપ્ત વચનથી અબાધિત પદાર્થોમાં જ અનરગવાળી થાય છે, એથી ભિન્ન પદાર્થોમાં નહિ. કેમ કે કદાગ્રહનું કારણ મિથ્યાત્વને ઉદય બતાવ્યો છે, અને મિથ્યાત્વના ક્ષપશમાદિથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વના હોવાથી મિથ્યાત્વને અભાવ થઈ જાય છે. કારણના અભાવમાં કાર્યને અભાવ સ્વતઃ સિદ્ધ છે. કદાગ્રહનું
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૫