SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ થઈ જ શકતું નથી. એને ખુલાસે આગળ સમ્યકત્વના ફળના પ્રકરણમાં ઘણું જ સરલ રીતે થઈ જશે. આવશ્યકસૂત્રમાં આ વાત કહી છે " से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणिज्जकम्माणुवेयणोवसमक्खयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते " इति । ' અર્થાત–આ સમ્યગ્દર્શન પ્રશસ્ત સમ્યક્ત્વ–મેહનીય કર્મના અનુવેદનના ઉપશમ અને ક્ષયથી ઉત્પન્ન થાય છે; તથા પ્રશમસંવેગાદિક લિંગોથી જાણવામાં આવે છે, અને તે આત્માના શુભ પરિણામ કહેવામાં આવે છે. તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વનું કાર્ય છે, એ ઉપર કહેવામાં આવેલ છે અને સમ્યક્ત્વ એનું કારણ છે, એથી કાર્યમાં કારણના ઉપચાર–આરોપથી કાર્ય–તત્વાર્થશ્રદ્ધાનો પણ સમ્યક્ત્વ રૂપથી કહેવામાં આવે છે. બીજી જગ્યાએ એમ કહેવામાં આવેલ છે – નીવારૂનવ ચરણે, ને ગાળ ત ોરું સન્મત્ત ! માવે તે, વાળમાળ પિ સન્મત્ત” ૨ | ' અર્થા–જીવાદિક નવ પદાર્થોને જે જાણે છે તેને સમ્યકૃત્વ થાય છે. અને ન જાણવા છતાં પણ ભાવથી તેનું શ્રદ્ધાન કરવાવાળાને પણ સમ્યક્ત્વ કહેવામાં આવેલ છે. આ વાક્યથી આ લક્ષણને સમન્વય મનરહિત સિદ્ધાદિકેમાં પણ થાય છે. અથવા–“તત્વાર્થશ્રદ્ધાન” એ લક્ષણ સમ્યકૂવનું જ સમજવું જોઈએ; માટે સ્થાનાંગસૂત્રમાં “દશવિહે” ઈત્યાદિ દશ પ્રકારના સરાગ સમ્યગ્દર્શન કહ્યા છે. જેમ " दसविहे सरागसम्मत्तदसणे पण्णत्ते, तं जहानिसग्गुवएसरुई, आणाराई सुत्त-वीय-रुइमेव । fમા–વિત્થાર, કરિયા-સંવ-ધર્મ” | ૨ રૂતિ . સરાગ સમ્યગ્દર્શનના દશ પ્રકાર આ છે––(૧) નિસર્ગરૂચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારૂચિ, (૪) સૂત્રરૂચિ, (૫) બીજરૂચિ, (૬) અભિગમરૂચિ, (૭) વિસ્તારરૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સક્ષેપરૂચિ, (૧૦) ધર્મરૂચિ. આ અપેક્ષાથી અપર્યાપ્ત અવસ્થા તેમજ વીતરાગ દશામાં રાગાત્મક રૂચિને અભાવ હોવા છતાં પણ તેના સદૂભાવમાં કઈ પણ પ્રકારે ક્ષતિ આવતી નથી. યથાર્થમાં તે આ સમ્યક્ત્વનું લક્ષણ-સમ્યક્ત્વનું સ્વરૂપનથી, પણ તેનું વ્યંજક એક લિંગ છે. જે લિંગ થાય છે તે પિતાના લિંગીના બોધક અગર વ્યંજક થયા કરે છે. મિથ્યાત્વના ક્ષપશમાદિકથી ઉત્પન્ન થવાવાલા, તથા શુદ્ધ આત્મપરિણામસ્વરૂપ એ સમ્યક્ત્વ તે વાસ્તવમાં અનાખેય–વચનનું અગોચર છે, જેમાં અગ્નિને અભિવ્યંજક ધૂમ થયા કરે છે, પરંતુ તપ્ત અયોગલક (લોહના પિંડ)માં એના અભાવમાં પણ અગ્નિને સદ્દભાવ રહે છે. એવી રીતે તત્વાર્થ શ્રદ્ધાનના અભાવમાં પણ આત્મપરિણામસ્વરૂપ સમ્યત્વને સદૂભાવ સિદ્ધાદિકેમાં પણ રહે છે. તેથી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૮ માં કહ્યું છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૬
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy