________________
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર
આ પજવનિકાયરૂપ લેકના માટે ભય શસ્ત્રથી જ થાય છે. એ વાત જ્યારે નિશ્ચિત છે તે શું તે શસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા છે યા નહિ? આ પ્રકારે શિષ્યની આશંકાનું ઉત્તર કહે છે“અસ્થિ સત્ય ' ઇત્યાદિ.
શસ્ત્ર પરસે પર હૈ ઔર અશસ્ત્ર પરસે પર નહીં હૈ
અથવા શસ્ત્રથી ભય થાય છે માટે તેને પરિહાર કર જોઈએ; એ આશ. યથી શસ્ત્રને કહે છે–અસ્થિ સર્ચ” ઈત્યાદિ.
શસ્ત્ર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તલવાર વિગેરે દ્રવ્ય-શસ્ત્ર છે. તેમાં પ્રકર્ષની પરંપરા, શસ્ત્રના બનાવવાળા લુહારના સંસ્કાર અનુસાર આવે છે, કોઈ તલવાર અત્યંત તીર્ણ હોય છે અને કે તેનાથી પણ અધિક, અથવા જે જીવેને પીડાકારક થાય છે તે શસ્ત્ર છે. પીડાકારક એક જ વસ્તુથી અન્ય અનેક વાતે ઉત્પન્ન થાય છે. જેમ–તલવાર દ્વારા મારવાથી લાગવાવાળાના માથામાં પીડા, તેનાથી વર, તેનાથી તેને મૂછ આદિ દુઃખ થાય છે. એ સઘળી વાતે દ્રવ્યશાસ્ત્રમાં પ્રકર્ષ પરંપરાની દ્યોતક છે.
ભાવશાસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા આ જ ઉદેશમાં એનાથી આગળના “ને જો ” એ સૂત્રમાં કહેવામાં આવશે. જે પ્રકારે શસ્ત્રમાં પ્રકર્ષની પરંપરા છે તે પ્રકારે અશસ્ત્રમાં પ્રકર્ષપરંપરા નથી. એ વાતને “રસ્થિ” ઈત્યાદિ વાકયથી સૂત્રકાર પ્રગટ કરે છે. અશસ્ત્ર નામ સંયમનું છે, તે “ ન પર નાસ્તિ ” પ્રકર્ષ– પરંપરાથી યુક્ત થતું નથી. જેમ–પૃથિવીકાયાદિ જેમાં સંયમીએ આત્મ તુલ્યતાની ભાવના રાખવી જોઈએ, કારણ કે ભગવાનનું એ વચન છે– સાચા આત્મા એક છે. આ પ્રકારની ભાવનારૂપ સંયમમાં મન્દ અને તીવ્ર ભેદ નથી. એ કારણથી સમસ્ત પૃથિવીકાયાદિક જીવોમાં સમતાશાળી સંચમીના સામાયિક
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२४७