________________
ચૌદહનેં સૂત્રકા અવતરણ ઔર ચૌદહવાં સૂત્રો / રાગદ્વેષ કા વશવર્તી જીવ ક્ષણભંગુર જીવનકે પરિવન્દન, માનન ઓર પૂજનકે લિયે પ્રાણાતિપાત આદિ અસત્કર્મો મેં પ્રવૃતિ કરતે હૈ. ઇસ પ્રકાર વે પરિવન્દન, માનન ઔર પૂજનકે વિષય મેં પ્રમાદશીલ હો જાતે હૈ, પ્રમાદી હો જન્મ જરા મરણરૂપ દુખાર્ણવ મેં અપને કો ડુબો દેતે હૈ, અથવા-ઇસ પ્રકાર વે ઉન પરિવન્દનાદિકોં મેં આનન્દ માનતે હૈં, પરંતુ વે પરિવદનાદિક
ઉનકે હિતકે લિયે નહીં હોતે
પૂર્વ સૂત્રમાં પ્રમાદરહિત મહર્ષિના ગુણોનું કથન કરેલ છે, હવે પ્રમાદસંપન્ન પ્રાણુના દેષ કહે છે-“હુકો” ઈત્યાદિ.
જે મનુષ્ય રાગ અને દ્વેષ, એ બન્નેથી યુક્ત છે તે વીજળીના ચમકારા સમાન ક્ષણભંગુર આ જીવનને સુખી કરવા માટે “તમે લક્ષ્મીવાન થાઓ ચિરંજીવી થાઓ' ઈત્યાદિ રૂપથી પિતાની સ્તુતિ કરાવવા માટે, તથા “લોક મને દેખીને ઉભા થશે, આસનાદિકના પ્રદાનથી મારું સન્માન કરશે. આ પ્રકારે અન્ય જનેથી સત્કાર પ્રાપ્તિ માટે, તથા મને પ્રામાધિપતિ અગર નગરાધિપતિ દાન, માન, પ્રણામ અને સેવા-સુશ્રુષા આદિથી પ્રતિષ્ઠિત કરશે. આ પ્રકારે પિતાની પૂજા માટે પ્રાણાતિપાતાદિક અકૃતમાં પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારની ચાહનાવાળા જે કોઈ મુનિ છે તે રાગ અને દ્વેષથી યુક્ત છે. અને અસંયમમાં આસક્ત છે. એવા પ્રાણી સ્વાર્થ અથવા પરાર્થને જરા પણ ખ્યાલ કરતા નથી, ફક્ત પોતાની ખ્યાતિલાભ અને પૂજાદિકની ચાહનાને આધીન થઈ આર્ત અને રૌદ્ર ધ્યાનમાં સંલગ્નચિત્ત રહ્યા કરે છે, અને સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્તિ કરવારૂપ પ્રમાદનું સેવન કરતા રહે છે. એ પ્રમાદકારી પ્રાણી નિશ્ચિત જ પોતાના આત્માને દુઃખોથી દૂર ન કરતાં પ્રત્યુત કર્મોના સંચયથી સ્વયં પોતાના આત્માને દુઃખરૂપી સમુદ્રમાં નાંખે છે. અથવા સૂત્રમાં “મતિ ના સ્થાનમાં
ક્યાંક “મોતિ” એ પણ પાઠ છે, તેને અર્થ આ પ્રકારે થાય છે–જે પરિ. વંદન આદિમાં કેટલાક પ્રાણ હર્ષ મનાવે છે, પણ તે તેના આત્માના હિત માટે હોતું નથી સૂત્ર ૧૪
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૫